અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકર અંગે આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના(Ahmedabad)ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. જેમાં કે. કા. શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકો એકત્ર થયા છે. જેમાં વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા

આ ઘટનની જાણ થતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે.

Also Read – Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી

સ્થાનિકોએ જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યા સુધી રસ્તા પરથી નહીં હટીએ તેવી માંગ કરી વિરોધ કર્યો છે સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button