આપણું ગુજરાત

CA ફાઇનલ પરિણામમાં અમદાવાદનો દબદબોઃ પ્રિયલ જૈન અને પાર્થ શાહ ઝળક્યા ઓલ ઈન્ડિયા રેન્કમાં

અમદાવાદ: ધ ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2025માં લેવામાં આવેલી ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની ફાઈનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કમાં બાજી મારી હતી.

આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, મે 2025માં લેવામાં આવેલી સીએ ફાઇનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપમાં સમગ્ર ભારતનું પરિણામ 18.75 ટકા છે, જે નવેમ્બર 2024માં 13.44 ટકા હતું. ગ્રુપ 1નું પરિણામ 22.38 ટકા છે, જે નવેમ્બર 2024માં 16.80 ટકા અને ગ્રુપ 2માં 26.43 ટકા હતું, જે નવેમ્બર 2024માં 21.36 ટકા હતું. બંને ગ્રુપોમાં કુલ 29,286 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5490 પાસ થયા હતા.

આ પણ વાંચો: ICAI CA મે 2025 પરિણામ જાહેર: સીએ ફાઇનલના ટોપર સાથે સંપૂર્ણ યાદી જુઓ…

સીએ ફાઈનલ કોર્સમાં અમદાવાદ કેન્દ્રના પરિણામો અંગે માહિતી આપતા આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે મે 2025માં લેવાયેલી સીએ ફાઇનલ પરીક્ષામાં બંને ગ્રુપનું પરિણામ 19.35 ટકા, ગ્રુપ એકનું પરિણામ 23.28 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 20.10 ટકા હતું. જે નવેમ્બર 2024માં લેવાયેલી પરીક્ષામાં અનુક્રમે 13.44 ટકા, 16.80 ટકા અને 21.36 ટકાનું હતું. અમદાવાદ કેન્દ્રની પ્રિયલ પ્રમોદ જૈને ભારતમાં 18મો રેન્ક અને પાર્થ અમર શાહએ 28મો રેન્ક મેળવ્યો હતો.

સીએ નીરવ અગ્રવાલે સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે જણાવ્યું હતું કે બંને ગ્રુપનું પરિણામ 10.62 ટકા, ગ્રુપ 1નું પરિણામ 13.99 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 33.18 ટકા હતું. જાન્યુઆરી 2025માં લેવાયેલી પરીક્ષામાં આ પરિણામ અનુક્રમે 21.94 ટકા, 8.12 ટકા અને 31.56 ટકા હતું. અમદાવાદની કિંજલ રાજેશભાઈ ચૌધરીને 29મો રેન્ક અને યુગ અનિલકુમાર પટેલનો 38માં રેન્ક મળ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં મે 2025માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 13 ટકા રહ્યું હતું, જે જાન્યુઆરી 2025માં લેવાયેલી પરિણામ 23.16 ટકા હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button