આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad: વહેલી સવારે દાણીલીમડામાં એક ફ્લેટમાં આગ ભભૂકી, એક વર્ષના માસૂમનું મૃત્યુ, 8ને ઇજા

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડાના એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગવાના એક સમાચાર બહાર આવ્યા છે. (ahmedabad danilimda fire breakout) જેમાં એક વર્ષના બાળકનો ભોગ લેવાયાનું બહાર આવ્યું છે. આ વિસ્તારના ખ્વાજા ફ્લેટમાં ઇલેક્ટ્રીક પેનલ અને ટુ-વ્હીલરને કારણે આગ પકડાયાનું કારણ સામે આવ્યું છે. આ ઘટનામાં આઠ લોકો ઇજાગ્રસ્ત અને માત્ર એક વર્ષના માસૂમ બાળકના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે.

આગ લાગતાં ભારે અફરાતફરીનો મહલો સર્જાયો હતો. ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યા હતા અને સારવાર માટે L G હોસ્પિટલમાં ખસેડયા હતા.

આપને જણાવી દઈએ કે વહેલી સવારે 4: 45ની આસપાસ આગ લાગવાનુ માનવમાં આવી રહ્યું છે. આગ લાગવાના સમાચાર મળતા જ મણિનગર અને જમાલપુર ફાયરસ્ટેશન સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે બીજી તરફ વડોદરાની એક GIDC સ્થિત કંપનીમાં પણ આગ લાગવાના સમાચાર આવ્યા હતા જેમાં કંપનીને ભારે નુકસાન થયાનું બહાર આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button