અમદાવાદઆપણું ગુજરાત

NRI દિપક પટેલ હત્યાનો ભેદ ઉકેલાયો; એક આરોપીની ધરપકડ…

અમદાવાદ: અમદાવાદમાં એક પછી એક હત્યાનાં બનાવો બની રહ્યા છે, ત્યારે બોપલમાં માઇકા વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જ વધુ હત્યાનો કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઇ દિપક પટેલના માથામાં પથ્થરના ઘા ઝીંકીને ગોધાવી-મણિપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરવામાં આવી હતી. જેનો ભેદ ટૂંક જ સમયમાં પોલીસે ઉકેલી લીધો છે.

આ પણ વાંચો : Surat પોલીસે ત્રણ વર્ષથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી, થયો આ ઘટસ્ફોટ

એક આરોપીની ધરપકડ

અમદાવાદનાં બોપલમાં MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા બાદ પોલીસે તેની તપાસ માટે લગભગ 300 થી વધુ CCTV ને તપાસ્યા હતા. અને અંતે પોલીસે હત્યારાની પંજાબથી ધરપકડ કરી હતી. આ કેસનો આરોપી પોલીસ કોન્સ્ટેબલ હતો. ત્યારબાદ બોપલના NRI દીપક પટેલની હત્યા કેસમાં પણ પોલીસે 24 કલાકમાં જ હત્યારા ઈન્દ્રજીત વાઘેલાની ધરપકડ કરી લીધી છે.

આ કેસ અંગે એસપી ઓમ પ્રકાશ જાટે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટનાં જણાવ્યા મુજબ દીપક પટેલની હત્યાનો બનાવ ગરોડિયા ગામની સીમમાં બન્યો હતો. આ કેસનાં આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક દિપક પટેલ અને આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલો બંને જમીન દલાલીનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. 61 લાખ રૂપિયાની લેતી દેતીને લઈને હત્યા કરવામાં આવી હતી.

પૈસાની લેતી દેતી બાબતે હત્યા

આ હત્યા કેસનાં આરોપી ઇન્દ્રજીત ઉર્ફે લાલાને મૃતક દિપક પટેલ પાસેથી 61 લાખ લેવાના હોય તે બાબતને લઈને હત્યા કરવામાં આવી હતી, મૃતક દિપક પટેલ યુએસ અને ભારતમાં જમીન મકાનના કામ અવરજવર કરતો હતો. મૃતક NRI દિપક પટેલ ગ્રીન કાર્ડ ધરાવતો હતો. દીપક પટેલની ગાડીમાં હત્યા કરનાર ઇન્દ્રજીત ઉર્ફે લાલાની રકઝક થઈ હતી જે બાદ આરોપી લાલો ઉશ્કેરાઈ જતા ગાડીમાં પડેલ પાઇપ પડે એનઆરઆઈ દિપક પટેલની હત્યા કરી હતી.

આ પણ વાંચો : ગજબ ! Mehsana માં અગ્નિ સંસ્કાર કર્યા એ યુવક બેસણા બાદ જીવતો પરત ફર્યો, પરિવાર મૂંઝવણમા

શું હતો બનાવ

મૃતકની ગાડીમાં ઇન્દ્રજીત ઉર્ફે લાલાની અને દિપક પટેલ વચ્ચે બાકી પૈસા બાબતે રકઝક થઈ હતી જે બાદ આરોપી લાલો ઉશ્કેરાઈ જતા ગાડીમાં પડેલ પાઇપ પડે એનઆરઆઈ દિપક પટેલની હત્યા કરી હતી. . જમીન દલાલનો ફોન સતત બંધ આવતો હોવાથી માતાએ અમેરિકામાં રહેતા પુત્રને જાણ કરતા તેમણે ફાઈન્ડ માય લોકેશન પરથી સ્થળની જાણકારી મેળવી માતાને જાણ કરી હતી. જે બાદ માતા સહિતનો પરિવાર સ્થળે પહોચતા મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ બોપલ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય એસપી, સાણંદ ડીવાયએસપી, એસઓજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button