Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 બાંગ્લાદેશીઓની અટકાયત

Ahmedabad ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચે(Crime Branch)50 થી વધુ બાંગ્લાદેશીઓની શંકાના આધારે અટકાયત કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચને મળતી માહિતી મુજબ આ લોકો શહેરમાં ગેરકાયદે રીતે રહેતા હતા. આ મામલે પોલીસે અત્યાર સુધી 200થી વધુ લોકોની પૂછપરછ કરી છે.

| Also Read: Vav Bypoll : કોંગ્રેસે બેઠક જીતવા અપનાવી રણનીતિ, આ ઉમેદવારને આપી ટિકિટ

જેમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીને આ મામલે બાતમી મળી હતી. તેમાં ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ ખોટી રીતે તૈયાર કરી હોવાની પણ માહિતી સામે આવી છે. દિવાળી સમયે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.

કોર્પોરેટર આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના રડારમાં

જેમાં મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે આ અંગે નોંધેલી ફરિયાદમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઉપરાંત કાઉન્સલીર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ ત્રણ જેટલા કોર્પોરેટર આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે. હાલમાં વર્ષ 2021 પૂર્વેના રહેણાંકના પુરાવાના હોય તો કોર્પોરેટર, ધારાસભ્ય તેમના લેટરપેડથી ડોક્યુમેન્ટ માટે ભલામણ કરતા હોય છે.

| Also Read: Diwali: દિવાળી પર્વને લઈને દ્વારકા જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં પણ ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સલીરના લેટરપેડના આધારે નકલી ડોકયુમેન્ટ બનાવવામાં આવ્યા હોવાનો પર્દાફાર્શ પણ થયો હતો.

સંબંધિત લેખો

Back to top button