Ahmedabad કોર્પોરેશનનો મોટો નિર્ણય, હવે આ સ્થળો પર જન્મના દાખલામાં સુધારા થઈ શકશે
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad) કોર્પોરેશનની મુખ્ય કચેરી ખમાસા ખાતે જન્મ પ્રમાણપત્રના સુધારા માટે નાગરિકોની ભીડ સતત વધી રહી છે. જેમાં આધારકાર્ડ બાળકના નામ સાથે પિતાનું નામ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના લીધે લોકો જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટે એક જ સ્થળે આરોગ્ય ભવન લાઇનમાં ઉભા રહેવું પડે છે અને ધક્કા ખાવા પડે છે. જોકે, છેલ્લા એક માસમાં જન્મના દાખલામાં 60,000 થી વધારે અરજીઓ આવી હતી. જેના પગલે નાગરિકો સાથે સાથે કર્મચારીઓ પણ હેરાન થઇ રહ્યા છે.
આરોગ્ય ભવનમાં લોકોની ભીડ
આ બધી સમસ્યાને પગલે કોર્પોરેશન સ્પષ્ટતા કરી છે હવે જન્મમાં દાખલામાં સુધારો જે તે વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર અને સિવિક સેન્ટર પર કરાવી શકાશે. જેમાં આધાર કાર્ડમાં પિતાનું નામ લખાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેની બાદ કોર્પોરેશનની જન્મ-મરણ નોંધણી કચેરીમાં રોજ 1 હજારથી વધુ લોકોની ભીડ જામે છે. જેથી આરોગ્ય અધિકારીએ હવે અર્બન હેલ્થ સેન્ટરો અને સિવિક સેન્ટરો પર અરજી સ્વીકારાશે તેવી સ્પષ્ટતા કરી છે.
Also read: મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે
એફિડેવીટ માટે પણ બોર્ડ લગાવાશે
આ ઉપરાંત જે સેન્ટર પર પણ અરજી સ્વીકારવાન નક્કી કરાયું છે. ત્યારે સામાન્ય બાબતમાં પણ નાગરિકોને પરેશાન કરવા એફિડેવિટની માગણી કરાતા હોવાની ફરિયાદોના પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં નાગરિકોને તકલીફ ન પડે તેવી સુવિધા કરવાની સૂચન અપાઈ છે. આ ચોક્કસ પ્રકારના સુધારા વધારા કરવા માટે જ એફિડેવિટ જરૂર હોવાનું આગામી દિવસોમાં આ સેન્ટર પર બોર્ડ પર લખવામાં આવશે. જેનાથી નાગરિકોને સુવિધા વધશે.