Gujarat માં શીત લહેરની શરૂઆત, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આ સિઝનમાં પહેલીવાર સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતા છે. જેમાં આજે શીત લહેરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડી અનુભવાઈ છે.
અમદાવાદમાં લધુત્તમ તાપમાન 13.9 ડિગ્રી
હવામાન વિભાગના આંકડા જોઈએ તો સોમવારે સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, કેશોદમાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી તથા અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Also read: સગાઈ તૂટતાં સગીરાને અશ્ર્લીલ મેસેજ મોકલનારો ગુજરાતમાં પકડાયો
ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે
ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં આગામી સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે પછી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી.
પવનની ગતિમાં વધારો થઈ શકે છે
અમદાવાદ અંગેની આગાહી આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેવું રહેવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ વધીને 14થી લઈને 20 કિમી પ્રતિકલાકની ઝડપ થશે. આ પવનની ગતિ એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી પણ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાઈ શકે છે.
Also read: ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ડિસેમ્બરમાં શીતલહેરની આગાહી
અમદાવાદમાં પવનની ગતિ ખુબ જ વધારે જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની માનવું છે કે આગામી 2થી 3 દિવસ સુધી અમદાવાદમાં પવનની ગતિ વધારે જ રહેશે. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે પહાડી વિસ્તારોમાંથી ઠંડા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે.જેના કારણે હાલ સમગ્ર ગુજરાત ઠંડુગાર બન્યું છે.અને આગામી 3 દિવસ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે.