આપણું ગુજરાત

પોલીસને પણ પરિવાર છે, બાળકો છે, કેવી કરી પહેલ એ પણ જાણો

અમદાવાદઃ ઉનાળાના વેકેશન દરમિયાન લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા લાઈન બોયના માનસમાં સકારાત્મક ક્રિએટિવિટીનો વિકાસ થાય અને લાઈન બોયની છાપ સુધરે. આ ઉપરાંત, પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય, એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા નવતર પહેલ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર પોલીસ હેડ ક્વાર્ટર, ગાયકવાડ હવેલી, દાણીલીમડા, ઈસનપુર, વટવા, ગોમતીપુર, શાહિબાગ, વગેરે જગ્યા ખાતે આવેલ પોલીસ લાઈનમાં સામજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પ નું આયોજન કરવા તમામ થાણા અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: એમ. એસ. યુનિવર્સિટીના ક્વાટરમાં અધ્યાપકે ગાયો પાળતા વિવાદ

એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 06 વિસ્તારમાં દાણીલીમડા ખાતે આવેલ આંબેડકર હોલ, મણિનગર એફ કોલોની, વટવા પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 125 જેટલા પોલીસ લાઈનમાં વસતા બાળકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવાકીય સંસ્થા ‘કોફી વિથ ક્રિએટિવિટી’ના સહયોગથી શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયં શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, 101 ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ

અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઈનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે દાણીલીમડા પીઆઈ જી. જે. રાવત, ઈસનપુર પીઆઈ બી. એસ. જાડેજા, વટવા પીઆઈ કુલદીપ ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.આર. બ્રહ્મભટ્ટ, she teamના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે. આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમલ, સહિતના ઇન્સ્ટ્રકટર દ્વારા માનદ સેવા આપી, બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર, સેકટર-2 નીરજ બડગુજર, ડીસીપી ઝોન 6 રવિ મોહન સૈની, સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા સમર કેમ્પની વિઝિટ કરી, પોલીસ પરિવારના બાળકો તથા તેના માતાપિતા અને માનદ સેવા આપતા ઇન્સ્ટ્રકટરને મળી,.પોલીસ પરિવાર દ્વારા આયોજિત સમર કેમ્પમાં કરવામાં આવતી પ્રવૃત્તિની સમીક્ષા કરી, અમદાવાદ શહેર પોલીસની કામગીરીની સરાહના કરી, બિરદાવવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી