ભારત-પાક મેચને લઈ અમદાવાદ શહેર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના મેચ યોજાવાની છે. તે પહેલાં સુરક્ષાની તમામ તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા કોઈપણ કસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. જ્યારે મેચ જોવાના ટ પર કોઈ તકલીફ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા સ્ટેડિયમ અને જ્યાં ખેલાડીઓ ઊતર્યા છે ત્યાં બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટેડિયમ અને સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મેચ પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ મેચ જોવા માટે મોટી સંખ્યામાં હાજર રહેનારા દર્શકો માટે મનપા તરફથી પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપાએ એક મહત્ત્વનો નિર્ણય લેતા ખાસ મેટ્રો દોડાવવા ઉપરાંત આ માટે સ્ટેડિયમ જવા અને આવવા માટે 50 નવી બસો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.ઉ