આપણું ગુજરાત

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે 62 પોલીસ ઇન્સ્પેક્ટરની કરી આંતરિક બદલી

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે એકી ઝાટકે એક સાથે 62 પોલીસ ઇન્સ્પેક્ટની બદલી કરી નાખી છે. અમદાવાદ શહેરમાં એક સાથે 62 ઇન્સ્પેક્ટરની બદલી થવાથી પોલીસ બેડામાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે દ્વારા મોટા પાયે પારદર્શિતા રહે તે પ્રકારે બદલી કરવામાં આવી છે. આ વખતે બદલીમાં તમામને તક મળી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશન જે ઇન્ચાર્જથી ચાલતા હતા તેની સાથે સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર વેઇટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. તે ઉપરાંત 28 PIને લિવ રિઝર્વમાંથી શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આ જગ્યાઓ ભરવા માટે ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.

અમદાવાદ શહેરના સેકટર-1ના સોલા, ઘાટલોડિયા, નારણપુરા, સરખેજ, વેજલપુર, પાલડી, આનંદનગર, સેટેલાઈટ, ચાંદખેડા અને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન PI વગર જ ચાલી રહ્યા છે. સેકટર-2ના એરપોર્ટ, કૃષ્ણનગર, સરદારનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી અને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ PI જ નથી. શહેરમાં 47 પોલીસ સ્ટેશન છે, જ્યારે 7 ઝોન ડીસીપી અને 14 એસીપીનું પોસ્ટિંગ છે. 14 માંથી એફ ડિવિઝન એસીપી પી.પી. પીરોજીયાની નિમણૂક NIAમાં થતાં તેમની જગ્યા ખાલી છે. જ્યારે એમ ડિવિઝન એસીપી એસ.ડી.પટેલ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થતા તેમની જગ્યા પણ ખાલી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…