આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રેલવે મુસાફરોને રાહત : કોરોનાકાળમાં બંધ થયેલી અમદાવાદ ડિવિઝનની 38 ટ્રેન થશે શરૂ

અમદાવાદ: કોરોના કાળની આપદાના સમયે ઘણી ટ્રેનોને સુરક્ષા અને કોરોનાના કારણોથી લઈને અમુક ટ્રેનોને બંધ કરી દેવામાં આવી હતી. જેને હવે ફરીથી નિયમિત રૂપથી ચાલુ કરવાની રેલવે વિભાગના અમદાવાદ મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. હવે આ ટ્રેનો 1 જુલાઈથી નિયમિત નંબરો સાથે ચાલશે.

અમદાવાદ ડિવિઝનની પેસેન્જર ટ્રેનો 1 જુલાઈથી તેના નિયમિત નંબરો સાથે ચાલશે. ભારતીય રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનોને નવા નંબરો ફાળવ્યા છે. રેલવેએ કુલ 19 પેસેન્જર ટ્રેનોના નંબર બદલ્યા છે અને રેલવેના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ 1 જુલાઈથી અમલમાં આવશે. રેલ્વે મુસાફરોને આ ટ્રેનો વિશે અપડેટ હવે ફક્ત નવા નંબરથી જ મળશે.

અમદાવાદના ડિવિઝનલ રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોરોનાના સમયગાળા દરમિયાન, સલામતી માટે અને કોરોનાના ફેલાવાને રોકવા માટે ઘણી ટ્રેનોને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. આ પછી, જરૂરી રૂટ પર વિશેષ ટ્રેન નંબર આપીને ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. રેલ્વે પ્રશાસન 1 જુલાઈથી અમદાવાદ રેલ્વે ડિવિઝનમાં કોરોનાના સમયગાળા દરમિયાન ટ્રેન નંબરોની આગળ 0 મૂકીને શરૂ કરાયેલી વિશેષ ટ્રેનોને નિયમિતપણે દોડાવશે.

નિયમિત નંબરો સાથે દોડતી ટ્રેનો (સૂચિ-1)

  1. ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69191 આણંદ-ગાંધીનગર મેમુ તરીકે ચાલશે.
  2. ટ્રેન નંબર 09276 ગાંધીનગર- આણંદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69192 ગાંધીનગર- આણંદ મેમુ તરીકે ચાલશે.
  3. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.
  4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.
  5. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.
  6. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69114 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.
  7. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69107 વડોદરા-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.
  8. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69108 અમદાવાદ-વડોદરા મેમુ તરીકે ચાલશે.
  9. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79435 સાબરમતી-પાટણ ડેમુ તરીકે ચાલશે.
  10. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79436 પાટણ-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.
  11. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69129 આણંદ-અમદાવાદ મેમુ તરીકે ચાલશે.
  12. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ તરીકે ચાલશે.
  13. ટ્રેન નંબર 09401 અસારવા-હિંમતનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79401 અસારવા-હિંમતનગર ડેમુ તરીકે ચાલશે.
  14. ટ્રેન નંબર 09402 હિંમતનગર-અસારવા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79402 હિંમતનગર-અસારવા ડેમુ તરીકે ચાલશે.
  15. ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79431 સાબરમતી-મહેસાણા ડેમુ તરીકે ચાલશે.
  16. ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79432 મહેસાણા-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.
  17. ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79433 સાબરમતી-પાટણ ડેમુ તરીકે ચાલશે.
  18. ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79434 પાટણ-સાબરમતી ડેમુ તરીકે ચાલશે.
  19. ટ્રેન નંબર 09437 મહેસાણા-અબુરોડ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79437 મહેસાણા-અબુરોડ ડેમુ તરીકે ચાલશે.
  20. ટ્રેન નંબર 09438 આબુ રોડ – મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79438 આબુ રોડ – મહેસાણા ડેમુ તરીકે ચાલશે.
  21. ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69185 અમદાવાદ-વિરમગામ મેમુ તરીકે ચાલશે.
  22. ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69186 વિરમગામ-અમદાવાદ MEMU તરીકે ચાલશે.
  23. ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59475 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.
  24. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59476 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.
  25. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59481 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.

આ પણ વાંચો : ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ

  1. ટ્રેન નંબર 09482 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59482 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.
  2. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59483 મહેસાણા-પાટણ પેસેન્જર તરીકે ચાલશે.
  3. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59484 પાટણ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.
  4. ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59509 મહેસાણા-વિરમગામ પેસેન્જર તરીકે ચાલશે.
  5. ટ્રેન નંબર 09488 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59510 વિરમગામ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.
  6. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59511 મહેસાણા-વિરમગામ પેસેન્જર તરીકે ચાલશે.
  7. ટ્રેન નંબર 09492 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59512 વિરમગામ-મહેસાણા પેસેન્જર તરીકે ચાલશે.
  8. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59549 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તરીકે દોડશે.
  9. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 59550 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર તરીકે ચાલશે.
  10. ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69207 ગાંધીનગર-વરેઠા મેમુ તરીકે ચાલશે.
  11. ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 69208 વરેઠા-ગાંધીનગર મેમુ તરીકે ચાલશે.
  12. ટ્રેન નંબર 09543 અસારવા-ચિત્તોડગઢ સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79403 અસારવા-ચિત્તોડગઢ ડેમુ તરીકે દોડશે.
  13. ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ-અસરવા સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેન નંબર 79404 ચિત્તોડગઢ-અસરવા ડેમુ તરીકે ચાલશે.

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, આ બધી ટ્રેનને 30 જૂનની રાતથી નવા નંબરો સાથે સંબોધવામાં આવશે. ટ્રેનોના નામોમાં મોટાભાગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ પ્લેટફોર્મ પર નવા નંબરનો ઉપયોગ કરીને આ ટ્રેનોને ચેક કરવી, જેથી કરીને કોઈ મૂંઝવણ ન થાય. અમદાવાદ ડિવિઝનથી ચાલતી આ ટ્રેનો ગુજરાતના વિવિધ વિસ્તારોને જોડનારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ