અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…
અમદાવાદ: અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તેની શરૂઆત 16 સપ્ટેમ્બર 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ્ રીતે કરવામાં આવી હતી. તેની શરૂઆતથી લઈને આજદિન સુધી ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ રેલવેની શરૂઆત રેલવેને ફળી છે, અને શરૂઆતથી લઈને આજ દિન સુધીમાં રેલવેએ કરોડોની કમાણી કરી આપી છે.
આ પણ વાંચો : પ્રાથમિક શાળાનું મધ્યાહન ભોજન બનશે વધુ પૌષ્ટિક; સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના રોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો.16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે, વળી આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે. આ ટ્રેનથી 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક કરી છે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નમો ભારત રેપિડ રેલ આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચ થી સજ્જ છે. જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, વેક્યૂમ ઈવેક્યુએશન સાથેના ટોઈલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગની સુવિધા સાથે સાથે અન્ય સુવિધાઓ પણ છે.
આ પણ વાંચો : Gujarat માં શાકભાજીના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
કયા મળે છે સ્ટોપ
આ ટ્રેનમાં સંપૂર્ણ સીલબંધ ફ્લેક્સિબલ ગેંગવે છે જે મુસાફરોને ગેંગવેની અંદર ધૂળ અને પાણીના પ્રવેશથી સુરક્ષિત કરે છે અને સલામત વાતાવરણ પૂરું પાડે છે. આ ટ્રેનમાં બેઠક અને ફ્લોરિંગ અગ્નિ પ્રતિરોધક છે. આ ટ્રેન ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન અને એરોસોલ આધારિત ફાયર ફાઈટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ છે. આ ટ્રેન બંને દિશાઓ માં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામાખ્યાલી,ભચાઉ,ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહે છે.