આપણું ગુજરાત

કચ્છ જતાં મુસાફરો માટે સારા સમાચાર: અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને બે નવા સ્ટોપેજ મળ્યા

અમદાવાદ: હવે અમદાવાદથી કચ્છ ભુજ તરફ જતી અમદાવાદ-નમો ભારત રેપિડ રેલને લઈ પશ્ચિમ રેલવેએ એક મહત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા 94801/94802 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ માટે વધારાના સ્ટોપેજની જાહેરાત કરવામાં આવી છે. રેલવેની જાહેરાત બાદ આજે 9 જૂનથી મુસાફરોને આંબલી રોડ અને સાનંદ ખાતે નવા સ્ટોપેજનો લાભ મળશે. ઉલ્લેખનીય છે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો.

94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ, જે આજે સવારે અમદાવાદથી તેની યાત્રા શરૂ કરી હતી, તેમાં હવે આ નવા સ્ટોપેજ શામેલ થશે. તેવી જ રીતે, 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, જે આજે ભુજથી ઉપડી હતી, તે પણ નવા સ્ટોપેજ પર ઊભી રહેશે.

નવા સ્ટોપેજ સાથેનું સુધારેલું સમયપત્રક

ટ્રેન 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
અમદાવાદ: પ્રસ્થાન 17:25
સાબરમતી: આગમન 17:35, પ્રસ્થાન 17:37
ચાંદલોડિયા: આગમન 17:40, પ્રસ્થાન 17:42
આંબલી રોડ: આગમન 17:47, પ્રસ્થાન 17:49
સાણંદ: આગમન 17:59, પ્રસ્થાન 18:01

આ પણ વાંચો – ગુજરાતમાં એસ.ટી. બસોની સફાઈ માટે 33 ડેપોમાં ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત

ટ્રેન 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ

સાણંદ: આગમન 09:48, પ્રસ્થાન 09:50
આંબલી રોડ: આગમન 09:59, પ્રસ્થાન 10:01
ચાંદલોડિયા: આગમન 10:08, પ્રસ્થાન 10:10
સબારમતી: આગમન 10:20, પ્રસ્થાન 10:22
અમદાવાદ: આગમન 10:50

જો કે સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને ભુજ માટેના સમયપત્રકમાં કોઈ ફેરફાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button