Ahmedabad થી ભોપાલ જતી લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ભથવાડા ગામ પાસે અકસ્માત, 11 મુસાફરો ઘાયલ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)-ઇન્દોર હાઈવે પર ભથવાડા ગામ પાસે ભયાનક અકસ્માત થયો છે. જેમાં લકઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 11 પેસેન્જર ઘાયલ થયા છે. અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઈ છે. જોકે, બસમાં ફસાયેલા તમામ પેસેન્જરોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે બસના ચાલકને અમદાવાદ અને અન્ય ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં દાખલ કરાયા છે.
ખાનગી બસ અને એક ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત
આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ મંગળવારે વહેલી સવારે સંતરોડ નજીકમાં આવેલા ભથવાડા ટોલનાકા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ખાનગી લકઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ લકઝરી બસમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યૂ કરી તાત્કાલિક બહાર કાઢ્યા હતા. જેમાં ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ મુસાફરો પૈકી 11 જેટલા મુસાફરોને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.
Also read: Gujarat માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, અકસ્માતની વિવિધ ઘટનામાં 11 લોકોનાં મૃત્યુ
બસ ડ્રાઇવરની હાલત ગંભીર અમદાવાદ ખસેડાયો
ભથવાડા ટોલનાકા પાસે લકઝરી બસની આગળ ચાલી રહેલા ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા બસ સાથે ટ્રેલર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં ટ્રાવેલ્સના આગળના ભાગના ફુરચે ફુરચા ઊડી ગયા હતા અને ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. જે અંગે ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ તાત્કા મુસાફરોનું રેસ્ક્યૂ કરી 108 એમ્બુલન્સ મારફતે 11 જેટલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઇવરની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તેઓને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યો છે.