આપણું ગુજરાત

ગુજરાતમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યમાં ફટાકડા ફોડી આતશબાજી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર ઠેર ભગવાન શ્રીરામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. પ્રાણપ્રતિષ્ઠા થતા જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રીરામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે. શહેરના આશ્રમ રોડ અને અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી લોકોએ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને વધાવ્યો હતો.
ગુજરાતભરમાં `ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ બોલેગા…’ ગીત ગુંજ્યુ હતુ તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ એલઈડી સ્ક્રિન પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા થતા જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રીરામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે.
શહેરના શાહીબાગ વિસ્તારમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વડોદરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર અને બાઈકનો મોટો કાફલો થઈ જતા અડધો કિમી જેટલી આ ભવ્ય શોભાયાત્રા લાંબી હતી. દરેક કાર અને બાઇક પર ભગવાન રામની તસવીર સાથેના ધ્વજ લહેરાતા હતા.
રાજકોટના કાલાવડ રોડ પર બનેલા સૌરાષ્ટ્રના સૌપ્રથમ ડબલ ડેકર શ્રીરામ બ્રિજના પીલર પર ચિત્રનગરીના 35 કલાકારો દ્વારા ભગવાન શ્રીરામના જીવન આધારિત અલગ અલગ 22 ચિત્રો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યા છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા શાંતિકુંજ ગાર્ડન પાસે 35 જેટલા બાળકો દ્વારા રામાયણને જીવંત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ આસપાસની સોસાયટીમાં રહેલા વડીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સુરતમાં ભગવાન રામની 16 ફૂટ ઊંચી અને 508 કિલોની મૂર્તિએ આકર્ષણ જમાવ્યું છે. આખું સુરત શહેર રોશનીથી ઝગમગી ઊઠ્યું હતુ. લોકોમાં દિવાળી કરતા બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત