જ્યારે ખબર પડી અસલી નામ સુરેશ નહીં પણ… મહિલા રિવરફ્રન્ટ આત્મહત્યા કરવા પહોંચી અને પછી…
અમદાવાદ: એક એવો કિસ્સો કે જેમાં એકલવાયું જીવન જીવતી વિધવા મેઘાણીનગરથી લાલ દરવાજા સુધી AMTSમાં અપડાઉન કરે છે. કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ખાનગી નોકરી કરતી આ યુવતી, બસના કંડક્ટરના સંપર્કમાં આવે છે. સુરેશ નામથી પોતાની ઓળખ આપી વાતચીત શરૂ કરતાં કંડક્ટર સાથે આ યુવતીને પ્રેમ થઈ જાય છે. પરંતુ જ્યારે તેને હકીકત ખબર પડે છે ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે (AMTS Conductor Love jihad case). આમદવાદની આઘટનામાં AMTSના બસ કંડક્ટરે પોતાની અસલી ઓળખ છુપાવીને યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યાનું બહાર આવ્યું છે.
રોજબરોજના અપડાઉન દરમ્યાન બસના કંડકટરે મહિલાને પોતાનો નંબર આપ્યો અને કાઇપણ કામ હોય તો તેને જણાવવા કહ્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે રેગ્યુલર વાત ચિત શરૂ થઈ ગઈ અને આ રોજનો સંવાદ ક્યારે પ્રેમમાં ફેરવાય ગયો ખબર જ ન પડી.
આ પછી બસ કંડક્ટર મહિલાને અમદાવાદના જુહાપુર સ્થિત તેના પરિચિતના ઘરે લઈ ગયો હતો. તેણે તેનું નામ બદલીને તેની સાથે લગ્ન કર્યા અને તે મહિલા સાથે રહેવા લાગ્યો. આ દરમિયાન મહિલા ગર્ભવતી બની હતી. થોડા સમય પછી મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. મહીલા જેના પ્રેમમાં પડી હતી તે સુરેશ નહીં પણ તૌસીફ હતો, તે પહેલેથી જ પરિણીત હતો અને બાળકોનો પિતા પણ હતો. આ પછી મહિલા આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પર પહોંચી હતી.
મહિલાએ રિવરફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. આ દરમિયાન તેને બચાવી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે તૌસીફને કસ્ટડીમાં લઈ લવ જેહાદના એંગલથી તપાસ શરૂ કરી છે. પોલીસે તૌસીફને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 30 માર્ચ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.