Ahmedabad માં વધતી ગરમી વચ્ચે કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલ મૂક્યો

અમદાવાદ : ગુજરાતમાં માર્ચ મહિનાથી શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ ધીરે ધીરે વધી રહ્યો છે. જેમાં અમદાવાદ (Ahmedabad)શહેરમાં પણ છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે ગરમીની અસરથી શહેરીજનોને બચાવવા માટે અમદાવાદ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે.
આ પણ વાંચો: હોળી પૂર્વે ગુજરાતમાં હીટવેવ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
બપોરે કામ વિના બહાર નહિ નીકળવા સલાહ
જેમાં કોર્પોરેશનને અનેક સ્થળોએ પીવાના પાણી માટેના સ્ટેશનો ઉભા કર્યા છે. તેમજ આરોગ્ય કેન્દ્રો પર ફ્રી ઓઆરએસ પેકેટ્સની વ્યવસ્થા કરી છે. જ્યારે મહત્વપૂર્ણ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે.
તેમજ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બાંધકામ સ્થળો બંધ રાખવાની સૂચનાઓ પણ આપી છે. નાગરિકોને બપોરેના સમયગાળા દરમિયાન કામકાજ વિના બહાર નહિ નીકળવાની સલાહ આપી છે.
જનરલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા
આ ઉપરાંત ઓઆરએસ પેકેટ શહેરભરના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓમાં મફતમાં વિતરણ કરવામાં આવશે.તેમજ મુસાફરો માટે AMTS-BRTSબસ સ્ટેન્ડ પર પણ ઉપલબ્ધ રહેશે. શહેરમાં વાતાવરણમાં ઠંડક માટે લગભગ 95 ફુવારાઓ પણ સક્રિય કરવામાં આવશે. તેમજ શહેરના બગીચા રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. એએમસી જનરલ હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હીટસ્ટ્રોક અને ગરમી સંબંધિત અન્ય સ્થિતિઓને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.