આપણું ગુજરાત

જાહેરાત બરાબર દેખાડવા વૃક્ષો કાપનારી બે એજન્સીઓને AMCએ કર્યો 1 કરોડનો દંડ

અમદાવાદ : આગામી પાંચ તારીખ આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીને મોટાપાયે વૃક્ષારોપણના કાર્યક્રમોના આયોજનો કરીશું અને મોટા મોટા બણગા ફુંકિશું કે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ અમદાવાદમાં(ahmedabad) બે એડવર્ટાઇઝ એજન્સીએ (advertisement agency ) પોતાની જાહેરાત સરખી રીતે દેખાય તે માટે 536 જેટલા વૃક્ષો કાપી નાખ્યા છે. આ રીતે થયેલા વૃક્ષને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(Amdavad Municipal Corporation) આકરી કાર્યવાહી કરતા બંને એડવર્ટાઇઝ એજન્સીને મળીને કુલ રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદમાં બે એડવર્ટાઇઝ એજન્સીએ તેમણે કરેલી જાહેરાતના હોર્ડીંગ સરખ દેખાય તે માટે ડીવાઈડર પર ગાર્ડન વિભાગ દ્વારા વાવવામાં આવેલા 536 જેટલા ઝાડ ઠૂંઠા કરી દેવામાં આવ્યા છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા પબ્લિસિટીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ આ દંડ એક અઠવાડિયામાં જ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Read More: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…

કયા વૃક્ષો કાપવામાં આવ્યા ?
સાણંદ ચોકડીથી સનાથલ સુધીની સેન્ટ્રલ વર્જ – સરખેજ : 214 વૃક્ષ
YMCA Clubથી કાકે દા ઢાબા સુધઈની સેટ્રલ વર્જ – 75 વૃક્ષ
એલ જે કેમ્પસ થી ઝવેરી સર્કલ સુધીના સેટ્રલ વર્જ – 188 વૃક્ષ
ચાંદખેડા – એશિયલ સ્કૂલ થી જે 18 એપાર્ટમેન્ટ સુધી સેંટ્રલ વર્જ – 35 વૃક્ષ

મ્યુનિસિપાલિટીના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બંને એજન્સીઓએ ગેરકાયદેસર વૃક્ષો કાપ્યા હોવાનું બહાર આવ્યું હતું. મ્યુ. એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ગેરકાયદેસર વૃક્ષો કાપીને એજન્સીએ ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છે, તેના લીધે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. આથી મ્યુ. કોર્પોરેશને દંડ ફટકાર્યો છે.

Read More: કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ખુશખબર, આ તારીખે થશે ગુજરાતમાં મેઘમહેર

જે સ્થળે વૃક્ષો કાપવામાં આવ્યા છે તે સ્થળે હવે મ્યુનિસિપાલીટીના ગાર્ડન વિભાગ દ્વારા ફરીથી કુલ 2 હજાર છોડ રોપવામાં આવશે અને તેના ઉછેર માટે બે વર્ષ સુધીનો ખર્ચ આ બંને એજન્સીએ ભોગવવાનો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો