અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad એરપોર્ટ પર ખરાબ હવામાનના લીધે સંખ્યાબંધ ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)શહેરમાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનના લીધે શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી અને ઉપડતી ફ્લાઇટના સમયમાં વિલંબ જોવા મળ્યો હતો. દેશમાં હાલ ખરાબ હવામાનના લીધે અનેક રાજયમાં ફ્લાઇટના ઉડ્ડયન અને લેન્ડિંગમાં વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર શનિવારે મુંબઈ, વારાણસી, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, લખનૌ અને અયોધ્યા જેવા સ્થળો માટે શહેરના એરપોર્ટ પરથી ઉપડતી 20 ફ્લાઈટ મોડી પડી હતી.

ફ્લાઈટ ઉપડવામાં 30 મિનિટથી લઇને ચાર કલાકનો વિલંબ

આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફલાઇટ પણ મોડી ઉપડતી હતી. અમદાવાદથી કતારના દોહા અને UAEમાં દુબઈ અને અબુ ધાબીની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ઉડ્ડયનમાં વિલંબ થયો હતો. છેલ્લા બે દિવસથી મુંબઈ અને ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ફ્લાઈટ ઓપરેશન ખોરવાયુ છે. એરક્રાફ્ટ શેડ્યુલિંગની સમસ્યાને કારણે ઘણી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 54 ટકા વરસી ગયો

એરપોર્ટ પર આવનારી પંદર ફ્લાઈટ પણ મોડી પડી

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર આવનારી પંદર ફ્લાઈટ પણ મોડી પડી હતી. જેમાં અબુ ધાબી, શારજાહ, જેદ્દાહ, દુબઈ અને લંડનથી પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અને ગોવા, મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બેંગલુરુની સ્થાનિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. મુંબઈ અને દિલ્હીની બે ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…