આપણું ગુજરાત

અમદાવાદમાં હવે AI કરશે મહિલાઓની રક્ષા, જાણો કઈ રીતે

અમદાવાદ : AIની મદદથી ઘણા કામ વધારે ચોક્કસાઈ સાથે કરી શકાય છે. અમદાવાદ શહેર પોલીસ ખાસ કરીને સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટે આ ટેકનોલોજીની મદદથી ચાલતા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે. પોલીસે વિડીયો કોલની સુવિધા સાથે અમદાવાદનાં 80 સ્થળોએ ખાસ લાઈવ ફીડ કેમેરા મુક્યા છે. મુશ્કેલીમાં હોય તે વ્યક્તિ કેમેરામાં અપાયેલું લાલ બટન દબાવી શકે છે, તેનો મેસેજ સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે અને તે વ્યક્તિ સાથે વીડિયો દ્વારા વાત કરી શકશે અને ખુબજ ઓછા સમયમાં તેના સુધી મદદ પહોંચશે.

આખા દેશને હચમચાવી દેનારી નિર્ભયાની ઘટનાને આજે પણ કોઈ ભૂલી શકે તેમ નથી જેના પડઘા દેશ-વિદેશ સુધી પહોંચ્યા હતા. ત્યારે આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા સેફ સિટી પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો અને 2840.05 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તરીકે તેને અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હેદ્રાબાદ, કોલકાતા, લખનૌ અને મુંબઈ આમ આઠ શહેરોમાં વહેંચવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરના ભાગે 220.11 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

આ પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેકટ શરૂ કરાયો હતો અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષાને લઈને વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હતા. ત્યારે હવે નિર્ભાયા પ્રોજેકટ દ્વારા જ શહેરમાં 80 સ્થળે સ્ટ્રીટ પોલ પર લાઈવ ફિડ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

AI થી ચાલતા આ કેમેરા સેન્સર આધારિત છે તેમાં આપેલું લાલ બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમમાં લાઈવ ફીડ એક્ટિવ થશે જેનું ખાસ ટ્રેનીંગ અપાયેલા પોલીસ અધિકારીઓ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરાશે. અધિકારીઓનાં કહેવા મુજબ વધુ 3 હજાર કેમેરાઓ શહેરના વિવિધ સ્થળોએ લગાવીને શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button