ઇલેક્ટ્રિક વાહનચાલકોને થશે ફાયદો : અમદાવાદમાં ઇલે. વાહનો માટે વધુ 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે
અમદાવાદઃ શહેરોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના ઉપાય તરીકે અને પેટ્રોલ-ડિઝલના ઊંચા ભાવની સામે ઇલેક્ટ્રિક વાહનનો હવે ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં ઇલેક્ટ્રીક વ્હીકલેની સંખ્યા દીવસે ને દિવસે વધી રહી છે પરંતુ વાહનનોના પ્રમાણમાં જાહેર ઇ-ચાર્જિંગ સ્ટેશનો ઓછા હોવાથી કેટલાક મહિનાઓથી આવા સ્ટેશનો વધારવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે મનપા દ્વારા શહેરમાં વધુ 27 ઇ-ચાર્જિગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઇ-વ્હીકલની પોલીસી જાહેર કરાયાં બાદ આવાં વાહનોની ખરીદી પણ વધવા લાગી હતી તેમજ પ્રાથમિક તબક્કે મનપા દ્વારા આવા જાહેર ઇ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની કવાયત કરીને 17 જેટલા જાહેર ઇ-ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવ્યા હતા પરંતુ વાહનોની સંખ્યા વધવાની સાથે સ્ટેશનોની સંખ્યા વધારવામાં આવી ન હોવાથી ઇ-વાહનના ચાલકોની પરેશાની વધી ગઇ હતી.
આ પણ વાંચો: આવી ગઇ દેશની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, ભારત ઈલેક્ટ્રિક વાહનો બનાવશે
જો કે આખરે શહેરીજનોને 27 ઈ-ચાર્જિંગ સ્ટેશનની ઉભા કરવાની કવાયત અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ મનપાએ 12 ઈ-ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા હતા. ત્યારે હવે બીજા 27 ઈ-ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. તેના બનાવવા માટે જે તે કંપનીને ટેક્ષમાં રિબેટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટોલેશનનાં 6 માસ સુધી ફ્રી ચાર્જિંગ વ્યવસ્થા આપવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનના ચાર્જ કરવાઆ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાંઆ 17 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા ભાવને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી છે.