Ahmedabad 12 મર્ડરના આરોપી કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં મોત

અમદાવાદ: અમદાવાદની(Ahmedabad)સરખેજ પોલીસે 3 ડિસેમ્બરના રોજ ધરપકડ કરેલા કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. નવલસિંહ 10 દિવસના રિમાન્ડ પર હતો. પોલીસ રિમાન્ડમાં આરોપીએ 12 મર્ડર કર્યાની કબૂલાત કરી હતી. નવલસિંહે પોતાના પરિવારમાંથી પણ 3 મર્ડર કર્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 3, રાજકોટમાં 1, અંજારમાં 1, વાંકાનેરમાં 1 મર્ડર કર્યું હતું. આરોપીએ નવલસિંહે સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોનીહત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
Also Read – Surat માં વિધર્મીએ લગ્નની લાલચ આપી 40 લાખ પડાવ્યા, ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી
સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો
આરોપી નવલસિંહના રિમાન્ડમાં જાણવા મળ્યું હતું કે નવલસિંહ ચાવડા કથિત તાંત્રિક હતો અને તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 મર્ડર કર્યા હતા. દરેક હત્યામાં સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કર્યો હતો. જ્યારે રિમાન્ડમાં આજરોજ તાંત્રિક નવલસિંહની એકાએક તબિયત બગાડતા તે ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
સોડિયમ નાઈટ્રેટ ભેળવીને લોકોની હત્યા કરતો
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, નવલસિંહ જે પણ વ્યકિતને શકંજામાં લે તેને દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. આ પીધા બાદ જે તે પીડિત વ્યક્તિ 15 થી 30 મિનિટમાં તેને હાર્ટ એટેક આવી જતો હતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રીય થઈ જતા હતા. જેથી માણસનું એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને શકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો.