આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ સાબદી: દારૂના અડ્ડા પર દરોડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ઓઢવ, નિકોલ, વાડજ, કૃષ્ણનગર અને સોલા સહિત પાંચ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દેશી અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત થયો હતો.

શહેરના સોલામાં ૨૯ લિટર દેશી દારૂ સાથે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નિકોલ ગામ બહુચર ચાર રસ્તા પાસે મહેશ્વરી સોસાયટીના મકાન નં. પાંચમાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. નિકોલમાં રૂપિયા ૧૩,૪૦૫ની કિંમતના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. વાડજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દામોદર ભુવન લક્ષ્મી નારાયણ મંદિર પાસે અને ચાંપાનેર સોસાયટીમાં ૭૬,૬૨૦ કિંમતની ૪૭૯ બોટલ સાથે આરોપી ઝડપાયો હતો. ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બે સ્થળ પર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી કરવામાં આવી હતી. જીઆઈડીસી નજીક ખુલ્લામાં દેશી દારુના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. ૪૬૦૦ કિંમતનો ૨૩૦ લિટર દેશી દારૂ સહિત ત્રણની ધરપકડ અને ઓઢવ સ્મશાન રોડ પાસેના ચામુંડા નગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર અડ્ડો ચલાવનાર સહિત ૩૮ લોકોની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button