અમદાવાદઆપણું ગુજરાત

Diwali પૂર્વે મોંધવારીનો માર, અમદાવાદમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલબ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો

Ahmedabad: અમદાવાદ કોર્પોરેશને  દિવાળી(Diwali)પૂર્વે લોકોને મોંધવારીનો ઝટકો આપ્યો છે. જેમાં કોર્પોરેશને તહેવારોમાં હરવા -ફરવાના સ્થળો એવા સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન અને આઇકોનિક અટલ બ્રિજની એન્ટ્રી ફીમાં તોતીંગ વધારો કર્યો છે. જેમાં  અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે પહેલા 12 વર્ષથી વઘુ વયના લોકોને અગાઉ રૂપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી જેના હવે સીધી રૂપિયા 50 કરવામાં આવી છે.  જ્યારે રિવરફ્રન્ટ ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રૂપિયા પાંચ હતી તે હવે રૂપિયા દસ કરવામાં આવી છે.

બોર્ડ બેઠકમાં ટિકીટના દરમાં વધારો કરાયો

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની 21મી ઓકટોબરની પ્રોજેકટ કમિટીની તથા 15મી ઓકટોબર-2024ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં ટિકીટના દરમાં વધારો કરાયો છે. સિનિયર સિટીઝન, બાળકો અને 12 વર્ષથી ઉપરના દરેકના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સાબરતી નદીના કિનારે આવેલા છ જેટલા ગાર્ડનમાં 3 થી 12 વર્ષના બાળકો માટે પહેલા રૂપિયા  પાંચ ચાર્જ રહેતો હતો, જે વધારીને 10 કરવામાં આવ્યો છે. જ્યારે 12 વર્ષથી વધુ વયના લોકો માટે પહેલા 10 રૂપિયા લેવાતા હતા, તેની જગ્યાએ હવે 20 રૂપિયા લેવામાં આવશે.

ફ્લાવર પાર્કનો ચાર્જ પણ વધારવામાં આવ્યો

આવી જ રીતે ફ્લાવર પાર્કમાં 3 થી 12 વર્ષના બાળકો માટે પહેલા 10 રૂપિયા લેવાતા હતા. તેની જગ્યાએ હવે 20 તેમજ 12થી વધુ વયના લોકો માટે 20ની જગ્યાએ 40 રૂપિયા લેવામાં આવશે. તેમજ 3 થી 12 વર્ષના બાળકો માટે અટલ બ્રિજ પર જવા માટે 15 રૂપિયા ચાર્જ લેવાતો હતો. જે વધીને હવે 30 કરવામાં આવ્યો છે. જ્યારે 12 વર્ષથી વધુ વયના લોકો માટે 30 રૂપિયા ચાર્જ હતો, જે વધારીને 50 કરી દેવામાં આવ્યો છે.

Also Read – Gujarat ના અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ચક્રવાત દાનાની હળવી અસર વર્તાશે

ડબલ ચાર્જ કરવામાં આવ્યો

અત્રે ઉલ્લેખીનય છે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત અલગ-અલગ 6 પાકર્સ અને ગાર્ડન આવેલા છે.
જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ બાજુ ઉસ્માનપુરા પાર્ક, બી જે પાર્ક, ફ્લાવર પાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક અને રિવરફ્રન્ટ ઈસ્ટ બાજુ સુભાષ બ્રિજ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જોડતો અટલ ફૂટઓવર બ્રિજ બનાવામાં આવ્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker