વાહ રે સરકાર: 6000 મેટ્રિક ટનની ફાળવણી સામે માત્ર આટલી જ ખાંડ જ રેશનની દુકાન સુધી પહોચી
અમદાવાદઃ ગુજરાતમાં વિકાસ અને સુસાશનના દવાઓ વચ્ચે વ્યાપક ભ્રષ્ટાચાર અને બેદકરીના અહેવાલો પ્રકાશિત થતા રહે છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલા રીપોર્ટમાં ખુલાસો થયો છે ગુજરાતની 17000 રેશનકાર્ડની દુકાનો પર 6000 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ યોગ્ય ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં માત્ર 1500 મેટ્રિક ટન જ રેશનકાર્ડની દુકાનો સુધી પર પહોંચી છે. ત્યારે સરકારની બેદરકારીને કારણે સપ્ટેમ્બર મહિનામાં ગરીબોને મળવાપાત્ર ખાંડ મળી શકી નથી. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં અનાજનુ એટીએમ શરૂ કર્યુ:
કેન્દ્ર સરકારનાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ રાજ્ય પ્રધાનએ ગુજરાત સરકારના રાજ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ગુજરાતનાં પ્રથમ અનાજ એ.ટી.એમ.નો આરંભ કરી ગરીબ લાભાર્થીઓને હવે રેશન શોપ પરના ધક્કામાંથી મુક્તિનાં વાયદા કરવામાં આવ્યા હતાં. ગુજરાતમાં રેશનીંગના ગરીબ લાભાર્થીઓને રેશનની પર ધક્કા ખાવા ન પડે તે માટે અનાજનુ એટીએમ શરૂ કર્યુ છે. ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. સરકારની બેદરકારીને કારણે સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ગરીબ કાર્ડ ધરકોને મળવાપાત્ર ખાંડથી વંચિત રહ્યા છે.
75 ટકા ઉપરાંતના ગરીબ કાર્ડધારકોને ધક્કા:
ચાલુ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનાં બી.પી.એલ. કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 350 ગ્રામ ખાંડ પ્રતિકીલો રૂ. 22નાં ભાવે અને આટલી જ ખાંડ અત્યંત્ત ગરીબ એવા અંત્યોદય કાર્ડ ધારકોને પ્રતિકીલો રૂ. 15 નાં ભાવે વિતરણ કરવા માટે 6000 મેટ્રિક ટન ખાંડની પરમીટ તો આપવામાં આવી છે, પરંતુ ગુજરાત નાગરિક પુરવઠા નિગમની બેદરકારીના કારણે માત્ર 1500 મેટ્રિક ટન ખાંડનો જથ્થો રાજ્યની 17,000 વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચતા લગભગ 75 ટકા ઉપરાંતના ગરીબ ગ્રાહકો હાલમાં રેશનની દુકાન પર ધક્કા ખાઈ રહ્યા છે.
ભાવનગરમાં 238 મેટ્રિક ટન સામે માત્ર 50 મેટ્રિક ટન ખાંડનો જથ્થો ઇસ્યુ થયો:
ગુજરાતના 33 જિલ્લા અને અમદાવાદ શહેરનાં અત્યંત ગરીબ લાભાર્થીઓને માત્ર 25 ટકા ખાંડનો જથ્થો જ દુકાન સુધી પહોચાડવામાં આવ્યો છે અને 75 ટકા ખાંડ હજુ નિગમના ગોડાઉન કે વ્યાજબી ભાવની દુકાન સુધી પહોંચી નથી, ભાવનગર જિલ્લામાં 238 મેટ્રિક ટન સામે માત્ર 50 મેટ્રિક ટન ખાંડનો જથ્થો ઇસ્યુ થયો છે. અને જિલ્લાના આઠ પૈકી નિગમના કોઈ ગોડાઉન ઉપર હાલ એક કિલો ખાંડ પણ નથી. આ બાબતે એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રૂબરૂ રજુઆત કરતા સ્થતિ સાંભળવાનાં બદલે હંમેશની જેમ ગાંધીનગર વડી કચેરી ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હોવાનું ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિયેશનના પ્રમુખે જણાવ્યુ છે. અને આ બાબતે રાજ્ય સરકારે જવાબદાર સામે પણ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. બીજીતરફ છેલ્લા ઘણા સમયથી નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા નવા નિર્ણયો જાહેર કરવામાં આવે છે પરંતુ આ જાહેરાતો માત્ર જાહેરાત બનીને જ રહી જાય છે.
Also Read –