ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું ફરી આંદોલન
રાજકોટ જિલ્લાના આંગણવાડીના 5000 બહેનો અને ફીમેલ વર્કર કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચઢાવી છે.2500 આંગણવાડીઓ બે દિવસ સંપૂર્ણ બંધ રાખી સમગ્ર ગુજરાતમાં આજરોજ રજૂઆતો થઈ છે.સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું છે.
રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતનાં તમામ આંગણવાડી- આશા વર્કર-ફેસીલીએટર તથા મધ્યાન્હ ભોજન
વર્કરનું તા : ૧૬-૧૭ ફેબ્રુ.-કામથી અળગા રહેવાનું એલાન આપવામાં આવ્યું છે.
આજે રાજકોટમાં મહાસંમેલન કરી લાંબા સમયથી આંદોલન કરવાં છતાં સરકાર બેઠક યોજવા તૈયાર ન થતા- એક મંચ ધ્વારા સંયુક્ત આંદોલનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુપોષણ ક્ષેત્રે તથા આરોગ્ય ક્ષેત્રે સેવા આપનારી બહેનોનું જ શોષણ કરાય છે. છેક કેન્દ્ર સરકારે ૨૦૧૮ થી વેતન વધારો આપ્યો નથી. જયારે રાજય લઘુતમ વેતન ચુકવતુ નથી.
બહેનોનો એવો આક્ષેપ છે કે સરકારને સ્માર્ટ વર્ક જોઈએ છે પરંતુ રૂપિયા ચૂકવવા નથી. છેલ્લા દોઢ બે વર્ષથી અમુક ખર્ચના રૂપિયા ચૂકવાયા નથી.
મીડિયા સાથે વાત કર્યા દરમિયાન અમુક બહેનો નો ગણગણાટ સાંભળવા મળ્યો કે અમે ગમે તેટલું કરીએ આ સરકાર જવાબ દેવાની નથી તેમને કોઈની જરૂર નથી. મત માટે અમારી જરૂર પડે પરંતુ અમારા કામ થાય નહીં.
ખરેખર જે વેતન મળે છે તેમાં બે છેડા ભેગા થવા આ મોંઘવારીમાં તકલીફ છે સરકારે આ અંગે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે.