આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ તાજેતરમાં વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો. ત્યારે ઘટનાના છ દિવસ બાદ આજે અમદાવાદ એરપોર્ટને (Ahmedabad airport)વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઘટનાની જાણ થતા સ્થનિક પોલીસ સહિતના સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટને છ મહિનામાં ત્રીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઈલ મળ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધમકીના પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર સીઆઈએસએફની ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara Airportને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ અને CISFનું સઘન ચેકિંગ

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટને છેલ્લા છ મહિનામાં ત્રીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઇ-મેઈલ મળ્યો છે. જેમાં ગત 12મી મે 2024ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, પરંતુ ચેકિંગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી ન હતી. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

તેમજ ગયા વર્ષે ડિસેમ્બર 2023માં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. આ ધમકીભર્યા ઇ-મેઇલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે ફરી આજે ત્રીજીવાર શહેરના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર દોડતુ થયુ છે.

આ પણ વાંચો: ફરી દિલ્હીની હોસ્પિટલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ અને ફાયરની ટીમો એક્શન મોડમાં !

ટાર-પાંચ દિવસ પહેલા 18મી જૂને વડોદરા એરપોર્ટ પર પણ બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા. એરપોર્ટમાં એક બોમ્બ છે, જે બ્લાસ્ટ થઇ જશે’ એવો ધમકીભર્યા ઈમેલ મળતાં સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. એરપોર્ટમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓને હાશકારો થયો હતો. આ સાથે દેશના ઘણા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…