આપણું ગુજરાત

અઢી મહિના બાદ પિતાએ મૃત પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો ને…

પાટણમાં રહેતા એક વ્યક્તિની પરિણીત પુત્રીએ પોતાના પતિના ઘરે આત્મહત્યા કરી લીધી હતો. જોકે, ત્યારે તેની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. તેના લગભગ અઢી મહિના બાદ પિતાએ તેમની પુત્રીનો મોબાઈલ ચાર્જ કર્યો હતો. ત્યારે તેમને તેમની પુત્રીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.

લગભગ અઢી મહિના પહેલા એક મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, તેની આત્મહત્યા પાછળ શું કારણ હતું તે જાણી શકાયું ન હતું. અંતે પાટણમાં રહેતા તેના પિતાએ આ દુઃખદ ઘટનાના અઢી મહિના બાદ તેનું કારણ શોધી કાઢ્યું છે. તેમને જે કારણ જાણવા મળ્યું હતું કે પતિ સાથે તકરાર થયા બાદ તેમની પુત્રીએ આત્યંતિક પગલું ભર્યું હતું. જ્યારે તેમણે પોતાની પુત્રીનો ફોન ચાર્જ કર્યો ત્યારે તેમને આ કારણ જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે શનિવારે પોલીસ સ્ટેશન જઈને પોતાની પુત્રીના પતિ અને સાસુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

પાણટમાં રહેતા અને રાધનપુરમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા પિતાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોતાની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તેમની પુત્રીએ 12 મે 2022ના રોજ સોલા ખાતે રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવક એક ખાનગી બેંકમાં એકાઉન્ટન્ટની જોબ કરે છે. બીફાર્મની ડિગ્રી ધરાવતી આરતી લગ્ન બાદ વારંવાર ફરિયાદ કરતી હતી કે તેનો પતિ અને સાસુ ઘરકામની નાની-નાની વાતમાં તેને ત્રાસ આપે છે.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં પુત્રી પોતાના માતા-પિતાના ઘરે ગઈ હતી અને પોતાના પરિવારને જણાવ્યું હતું કે તેને ત્રાસ આપવામાં આવે છે. પરિવારના અન્ય સભ્યોએ તેને સાંત્વના આપી હતી અને તેને ફરીથી પતિના ઘરે મોકલી દીધી હતી. 31 જુલાઈએ પિતાને ખબર પડી કે તેમની પુત્રીએ તેનાં પતિના ઘરે આત્મહત્યા કરી લીધી છે. તેના પરિવારના સભ્યો તેના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા અને બાદમાં બોડકદેવ પોલીસે અકસ્માતે મૃત્યુની ફરિયાદ નોંધી હતી અને પુત્રીનો સેલફોન તેના પિતાને સોંપ્યો હતો. પુત્રીના મૃત્યુ પછી પિતા આઘાતમાં હોવાથી તેમણે લાંબા સમય સુધી તેનો ફોન ચેક કર્યો ન હતો. શુક્રવારે તેમને પોતાની પુત્રીનો ફોન ચાર્જ કર્યો હતો.

ફોન ચાર્જ કર્યા બાદ તેના મેસેજ જોયા તો તેમને જાણવા મળ્યું કે તેણે 30 જુલાઈના રોજ પતિને ઘણા મેસેજ મોકલ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે તે તેને આપવામાં આવતા ત્રાસના કારણે આત્મહત્યા કરશે. 31 જુલાઈના રોજ તેણે ફરીથી પતિને મેસેજ મોકલ્યો હતો કે તે તેના જીવનનો અંત લાવશે. પરિવારે આ મેસેજ પોલીસને દેખાડ્યા હતા અને પછી પંકજ અને રમીલા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button