પત્નીની આત્મહત્યા બાદ પુત્રની હત્યા કરી પતિએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભરૂચ: ભરૂચમાં બનેલી એક ઘટનાએ ભારે ચકચારી મચાવી દીધી છે. ભરૂચની રેલવે કોલોનીમાં રહસ્યમયી સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ ઘટનામાં ઘરમાંથી પત્નીની લાશ લાશ મળી આવી હતી. પલંગ પરથી બાળકની લાશ મળી આવી હતી. ખુદ પતિએ જ પુત્રને ગળે ટૂંપો દઈ અને અંતે પોતે અંકલેશ્વર નજીક ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. જો કે આ બનાવ અંગે ભરુચ રેલવે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
ભરૂચની રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે, જો કે હાલ બનાવનું કરણ અકબંધ રહ્યું છે. રેલવે કોલોનીમાં રહેનારા જતીન મકવાણા, તેમના પત્ની કૃપલબેન મકવાણા અને તેમના દસ વર્ષીય બાળક વિહાન મકવાણાની આત્મહત્યાના બનાવમાં ભોગ લેવાયો છે. આ પરિવારમાં ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હોવાની પણ વિગતો છે.
આ પણ વાંચો: MPમાં એક જ પરિવારના પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવથી ચકચાર
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરૂચમાં રેલવે કોલોનીમાં રહેતા એક પરિવારના ગઈકાલે રાત્રે કોઈ કારણોસર તકરાર થયા બાદ પરિવારમાંથી પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. એવું પણ કહેવાય રહ્યું છે કે પોતાની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ તેના પતિએ રોષે ભરાઈને પોતાના પુત્રની પણ હત્યા કરી દીધી હતી. આ બાદ તેણે પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે આ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઘટનાની સાચી હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સામુહિક આપઘાતની ઘટના ના સમાચાર સમગ્ર ભરૂચ શહેરમાં વાયુવેગે ફેલાઈ જતા ટોળા ઉમટી પડ્યા હતાં.