આપણું ગુજરાતટોપ ન્યૂઝ

GST લાગુ થયા બાદ ગુજરાતમાં આટલા લાખ વ્યવસાયો બંધ થયા

અમદાવાદ: વર્ષ 2017ના જુલાઈ મહિનાથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ, GSTનો ઉદ્દેશ્ય વેપાર અને વ્યવસાય માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો હતો, પરંતુ GST લાગુ થયા બાદ ગુજરાતમાં ઘણા વ્યવસાયો બંધ થઇ ગયા છે. એક અહેવાલ મુજબ GST લાગુ થયા બાદ ગુજરાતમાં લગભગ 4.05 લાખ વ્યવસાયો બંધ થઈ ગયા હતા.

રાજ્યના કોમર્શિયલ કર વિભાગના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 4.05 લાખ GST આઇડેન્ટિફિકેશન નંબરો (GSTIN) રદ કરવામાં આવ્યા છે, આ વ્યવસાયો કાં તો બંધ થઈ ગયા છે અથવા એકીકૃત થઈ ગયા છે.

આ પણ વાંચો: Gujarat GST: ગુજરાતમાં બોગસ GST બિલિંગ માફિયા બેકાબુ, આટલા કરોડની કરચોરી કરી

નોંધનીય બાબત તો એ છે કે છેલ્લાં બે વર્ષમાં બંધ થયેલા GSTINની સંખ્યા GST લાગુ થયાના પ્રથમ પાંચ વર્ષમાં બંધ થયેલા GSTIN સંખ્યાના 47% જેટલી છે. નાણાકીય વર્ષ 2022 સુધી, લગભગ 2.75 લાખ કરદાતાઓએ તેમના GSTIN રદ કરાવ્યા હતા.

છેલ્લા સાત વર્ષમાં રદ કરાયેલા GSTIN ની સંખ્યા 4.05 લાખ છે, જે ગુજરાતમાં 11.95 લાખ GST કરદાતાઓની વર્તમાન સંખ્યાના 30% જેટલી છે. SGST અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના મત મુજબ આ ઘટાડો બિઝનેસ બંધ થવા અથવા એકીકરણ, મર્જર અને એક્વિઝિશનને કારણે છે.

આ પણ વાંચો: GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત “પેટ્રોલ-ડીઝલને GST દાયરામા લેવાશે”

અધિકારીના જણાવ્યા મુજબ “વ્યવસાયના વિસ્તરણની અપેક્ષાએ લોકો GST માટે નોંધણી કરાવે છે. કેટલાક કિસ્સાઓમાં, વ્યવસાય નથી ચાલતો અને આવી સંસ્થાઓને રિટર્ન ફાઇલ ન કરવા બદલ દંડનો સામનો કરવો પડે છે. પછી ઘણા લોકો તેમના GSTIN બંધ કરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા મર્જર, એક્વિઝિશન અને અન્ય પ્રકારના કોન્સોલિડેશન થયા હતા, જેના કારણે પણ GSTIN સરેન્ડર કરવામાં આવ્યા હતા.”

જાણકારોના મત મુજબ બોગસ બિલિંગમાં સામેલ એકમો પર રાજ્યના GST વિભાગ દ્વારા કડક કાર્યવાહીએ ઘણી શેડો કંપનીઓને પણ બંધ કરવાની ફરજ પાડી હતી.

કેન્દ્રીય MSME મંત્રાલયના ડેટા દર્શાવે છે કે 32,298 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) એ 1 જુલાઈ, 2020 અને ડિસેમ્બર 2023 વચ્ચે તેમના ઉદ્યમ નોંધણીઓ રદ કરી છે. જેમાં ગુજરાતના 2,818 એકમોનો સમાવેશ થાય છે, જે ભારતીના રાજ્યોમાં ત્રીજા નંબરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button