આપણું ગુજરાતટોપ ન્યૂઝ

પીએમ મોદી બાદ હવે રાજકોટના સ્ટેડિયમને આપવામાં આવશે શાહનું નામ?

14મી ફેબ્રુઆરીએ થશે નામકરણ…

હેડિંગ વાંચીને તમને એવું થયું હશે કે હવે અમદાવાદના સ્ટેડિયમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યા પછી હવે રાજકોટના સ્ટેડિયમને ગૃહ પ્રધાન અમિત શાહનું નામ આપવામાં આવશે, તો ભાઈસાબ એવું નથી. અહીંયા નિરંજન શાહની વાત થઈ રહી છે.

India Vs England વચ્ચે રમાનારી પાંચ દિવસની ત્રીજી ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક સાબિત થવાની છે કારણ કે અત્યાર સુધી આ સિરીઝ 1-1થી બરાબરી પર છે. પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ઈન્ડિયન ટીમને 28 રનથી અને બીજી ટેસ્ટમાં ઈન્ડિયન ટીમે ઈંગ્લેન્ડને 106 રનથી પરાજિત કરી હતી. હવે ત્રીજી ટેસ્ટ મેચ 15મી ફેબ્રુઆરીથી રંગીલા રાજકોટમાં રમાવવાની છે, પરંતુ એ પહેલાં મહત્વના સમાચાર આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં ખૂબ જ મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ ટેસ્ટ મેચ બદલવામાં આવશે. 14મી ફેબ્રુઆરીના રોજ આ સ્ટેડિયમને પ્રથમ શ્રેણીના ક્રિકેટર અને BCCIના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું નામ આપવામાં આવશે. BCCIના સેક્રેટરી જય શાહ રાજકોટના નવા નિરંજન શાહ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

રાજકોટ સ્ટેડિયમના આ નામકરણ કાર્યક્રમમાં બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓને પણ નિયંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ક્રિકેટર્સ પણ ભાગ લેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિરંજન શાહ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ખેલાડી છે અને તેમણે સૌરાષ્ટ્ર માટે 12 પહેલી શ્રેણીની મેચ રમી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદ પર તેમણે 40 વર્ષ સુધી કામ કર્યું હતું અને બીસીસીઆઈનો કારભાર પણ તેમણે સંભાળ્યો હતો. આ સિવાય નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરમાં પણ તેઓ અધ્યક્ષ તરીકે કાર્યરત હતા.

રાજકોટના સ્ટેડિયમને નિરંજન શાહનું નામ આપવાનો પ્રસ્તાવ ગયા વર્ષે એટલે કે 2023માં એક બેઠકમાં મૂકવામાં આવ્યો હતો અને તેને એકમતથી મંજૂરી આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button