આપણું ગુજરાત

Gujarat માં પાટણ બાદ અમદાવાદ અને રાજકોટમાં પણ રોગચાળો વકર્યો

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)વરસાદનું જોર ઘટયા બાદ રાજયના અનેક શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. જેમાં પાટણમાં રોગચાળો વકર્યા બાદ હવે અમદાવાદ અને રાજકોટમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદની સોલા સિવિલમાં આ માસમાં અત્યાર સુધી 13,568 OPD દર્દીઓ નોંધાયા છે. તેમજ સિવિલમાં 1533 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે. સ્વાઇન ફ્લૂના 46 લોકોના સેમ્પલ લીધા હતા જેમાં સ્વાઇન ફ્લૂના 10 પોઝિટિવ દર્દી એડમીટ થયા છે.

મેલેરીયાના 880 સેમ્પલ લીધા 29 પોઝિટિવ દર્દી એડમિટ

અમદાવાદ શહેરમાં મેલેરીયાના 880 સેમ્પલ લીધા છે. જેમાં 29 પોઝિટિવ દર્દી એડમિટ થયા છે. તેમજ વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જેમાં બાળકોની રોજની OPD 150થી 200 નોંધાઈ છે. તથા હાલ 200 બાળકો સોલા સિવિલમાં દાખલ છે. શહેરમાં બેવડી ઋતુએ લોકોના સ્વાસ્થ્ય બગાડ્યા છે.

ડેન્ગ્યુના 622 સેમ્પલ લીધા 116 પોઝિટિવ દર્દી એડમિટ

અમદાવાદમાં ડેન્ગ્યુ 622 સેમ્પલ લીધા જેમાં 116 પોઝિટિવ દર્દી એડમિટ છે. મલેરીયાના 880 સેમ્પલ લીધા જેમાં 29 પોઝિટિવ એડમિટ છે. વાયરલ ઇન્ફેક્શન 2072 કેસ નોંધાયા છે. જ્યારે ડાયેરિયાના 15 કેસો નોંધાયા છે. ચિકનગુનિયાના 65 કેસોના રિપોર્ટમાંથી 4 પોઝિટિવ આવ્યા છે. હિપેટાઇટિસના 13 દર્દી એડમિટ છે.

રાજકોટ શહેરમાં પણ રોગચાળો ફેલાયો

રાજકોટ શહેરમાં પણ રોગચાળો ફેલાયો છે. જેમાં સામાન્ય બીમારીના 2342 કેસ નોંધાયા છે. ત્યારે શરદી ઉધરસના 1239 કેસ,તાવના 739 કેસ, ઝાડા ઉલ્ટીના 359 કેસ, ડેન્ગ્યુના 29 કેસ, ટાઈફોઇડ ના 5 કેસ, કમળાના 2, મેલેરીયા 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. રાજકોટમાં મિશ્ર ઋતુની અસરથી વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ અચાનક વધ્યા છે.હાલ કોર્પોરેશન દ્વારા ફોગિંગ તથા દવાનો છંટકાવ કરી રહી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button