આપણું ગુજરાત

ખેડામાં CMની મુલાકાત બાદ 80 નાયબ મામલતદારની બદલી થઈ

ખેડાઃ જિલ્લામાં તાજેતરમાં જ મુખ્યપ્રધાને ખેડા ખાતેના મહુધા તાલુકા સેવા સદનની આચાનક મુલાકાત (CM surprise visit) લીધી હતી. ત્યાર બાદ અહીં કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી. ત્યાર બાદ બદલીના હુકમો જાહેર થતા જ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લાના 10 તાલુકામાંથી નાયબ મામલતદાર સહિત કુલ 80 કર્માચારીઓની જિલ્લામાં આંતરીક બદલીના હુકમ જાહેર કર્યા હતા. રવિવાર રજાનો દિવસ હોવા છતાં જિલ્લાના 80 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન 14મી જૂને ખેડા કલેકટર કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદ ખેડા કલેકટર પણ ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળ્યા હતા. અને અરજદારોની લાંબી લાઈન લાગી હતી, ત્યાર બાદ તાલુકામાં નાયબ મામલતદારોની બદલી થઈ છે.


મહેસુલ વિભાગમાં 15 અધિકારીઓની ડેપ્યુટી કલેક્ટર પદે નિમણુક
ગુજરાતના મહેસુલ વિભાગના 15 અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણુક કરી છે. જે પૈકી આશરે 2018મા ફરજ ઉપરથી હાંકી કઢાયેલા અને હાઈકોર્ટમા કેસ જીતી ગયેલા 2011ની બેચના બહુચર્ચિત અધિકારી ચિંતન વૈષ્ણવની સિપુ પ્રોજેક્ટ (પાલનપુર)માં જમીન અધિગ્રહણ અને પુનર્વસનના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરત શહેર-કતારગામ મામલતદાર આર.એસ.હુંનેને ડેપ્યુટી કલેક્ટર(ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડાયરેક્ટર ઓફ રિલીફ, ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના વંથલીના મામલતદાર ડી.જે જાડેજાને નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યુટી) બનાવવામાં આવ્યા છે. જ્યારે ગેસ કેડરની 2022ની બેચના 12 પ્રોબેશનર અધિકારીઓને જુદા-જુદા જિ્લાઓમાં નાયબ કલેક્ટર તરીકે પોસ્ટીંગ આપાયા છે.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker