ગુજરાતનાં વહીવટીતંત્રને મળશે મજબૂતી; રાજ્યને મળશે નવા 5 IAS અધિકારીઓ

ગાંધીનગર: દેશની શાસન વ્યવસ્થાની સાચી ઓળખ એમના અધિકારીઓથી થતી હોય છે અને અધિકારીઓથી જ દેશની શાસન વ્યવસ્થા સચવાય છે. જોકે રાજ્યના અધિકારીઓના તંત્રમાં મજબૂતી હોય તો જ વહીવટી તંત્ર ટકાઉ બને છે. ગુજરાતમાં વધુ પાંચ આઈએસ અધિકારીઓની નિમણૂક થવા જઈ રહી છે જેનાથી ગુજરાતનો વહીવટીતંત્ર ઘણું મજબૂત બનશે.
હાલ પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત સ્ટેટ સિવિલ સર્વિસિસના પાંચ અધિકારીઓને આવનાર ટૂંક સમયમાં આઈએએસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવવાની છે. આ અધિકારીઓની નિમણૂકને લઈને પરસોનલ વિભાગ આ બાબતે ટૂંક સમયમાં જ જાહેરાત કરી શકે છે . જોકે હાલ આ આઈએએસ તરીકે નિમણૂક પામનારા અધિકારીઓને પ્રોબેશન પર મૂકવામાં આવશે.
આઈએએસની નિમણૂક ઘણી વખત રાજ્ય સરકાર અને ભારત સરકાર વચ્ચે વિવાદનું કારણ બનતી હતી જેને લઇને બીકેન્દ્ર સરકારે ભારતીય વહીવટી સેવાનો નિયમોમાં કેટલાક સુધારાના પ્રસ્તાવ મૂક્યો છે. જે બાદ ભારત સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ સમી શકે છે અને રાજ્યની વહીવટી પ્રક્રિયા ઘણી મજબૂત બની શકે છે.