આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, આદિત્યસિંહ ગોહિલે કરી ફરીયાદ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય સમાજ આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદ્દત પણ રાખી છે.
શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે.
વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત શરૂ થઈ ગઈ છે અને ગોંડલના ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ જાડેજા ને મધ્યસ્થી કરાવી ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવી મુદ્દાની પતાવટ કરવા પ્રયત્નો ચાલુ છે પરંતુ આગેવાનો માનવાના મૂડમાં નથી.
Taboola Feed