Botad માં વહિવટી તંત્રની ઘોર બેદરકારી, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો રસ્તે રઝળતા મળ્યા
બોટાદઃ બોટાદમાં(Botad)શહેરમાં વહિવટી તંત્રની ઘોર બેદરકારીની ઘટના બની છે. બોટાદ શહેરમાં ઓરીજનલ આધાર કાર્ડનો જથ્થો તેમજ બેન્ક એકાઉન્ટ બુકો અને એટીએમ કાર્ડ રસ્તા પરથી મળી આવ્યાં છે. સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મામલતદાર સહિત તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
સૂત્રોના પાસેથી મળતી મહિતી મુજબ બોટાદ શહેરનાં શકિત પરા વિસ્તારમાં વોકળાના કાંઠે કોઈ મોટી સંખ્યામાં ઓરીજનલ આધારકાર્ડનો જથ્થો તેમજ બેન્ક એકાઉન્ટ પાસ બુકો અને એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવ્યા છે. જેથી સ્થાનિકોએ તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
તપાસ હાથ ધરવામાં આવી
તેમણે તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરીજનલ હોવાનું સામે આવ્યું છે. તેમજ બેન્ક એકાઉન્ટ પાસ બુકો પણ મળેલ સાથે નવા ઈસ્યુ કરેલા એટીએમ કાર્ડ તેમજ એલઆઈસીની બુકો પણ મળેલ છે. આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેકી ગયું તે દિશામાં મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.