આપણું ગુજરાત
આ ટ્રેનોમા ઉમેરાશે વધારાના સ્લીપર કોચ

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે અમદાવાદ ડિવિઝનમાં થી ચાલતી/પસાર થતી સાપ્તાહિક ટ્રેનોની ત્રણ જોડીમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 20954/20953 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ માં અમદાવાદથી 07 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2023 સુધી અને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી 13 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2023 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 22915/22916 બાંદ્રા ટર્મિનસ-હિસાર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અને હિસારથી 03 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 સુધી એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
- ટ્રેન નંબર 20920/20919 અમદાવાદ- એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં 02 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધી અમદાવાદ થી અને 04 ઓક્ટોબરથી 01 નવેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.