તસવીરની આરપાર : ભારતનું અનોખું મંદિર જ્યાં બુલેટની પૂજા થાય છે ને શરાબ પણ ચઢાવાય છે!
-ભાટી એન.
‘શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી.’
ભારત દેશ શ્રદ્ધા – ભક્તિથી તરબતર છે અને ચમત્કાર પણ થાય છે…! આજના અત્યાધુનિકતા ને વિજ્ઞાન યુગમાં પુરાવા સાથેની વાતને વિજ્ઞાન માને છે. વાત પણ સાચી છે. તેમ છતાં ક્યારેક એવો ચમત્કાર થાય કે આપણે ન માનતા હોય એવી વાત માનવી પડે..!
ભારતમાં આપણે ઘણાં અજીબોગરીબ મંદિરો જોયા હશે ત્યાં આરસની કલાત્મક મૂર્તિ જોઈ હશે. ત્યાં પ્રસાદીમાં લાડી પેંડા કે અન્ય ખાદ્ય ચીજો ધરતા હોય છે…! પણ આજે મુંબઈના વાચકોને એવા ચમત્કારની વાત કરવી છે જે તમારી કલ્પના બહારની છે.
રાજસ્થાન પ્રવાસન સ્થળ છે. અહીં જયપુર, જેસલમેર, ઉદેપુર, જોધપુર જેવા વિખ્યાત સિટીએ ભારતને આગવી ઊંચાઈ અપાવી છે, પણ જોધપુર – પાલી નેશનલ હાઈવે વચ્ચે રોહટ ગામ નજીક ચોટીલા ગામ આવે છે. ત્યાં એક અકસ્માતની ઘટના ૨-૧૨-૧૯૮૮ના બની તેની વિગત વાત લખું છું.
આ દિવસે ચોટીલા ગામા ‘ઓમ બન્ના’ નામના લવરમૂછિયા યુવાન છગઉં ૭૭૭૩ નંબરનું કાળા રંગનું બુલેટ લઈને ચોટીલા પાસથી પસાર થાય છે ને ઓચિંતા બુલેટ પરનો કાબૂ ગુમાવી દેતા આ બુલેટ ઝાડ સાથે અથડાઈ જતા ‘ઓમ બન્ના’ નામના યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે ને પોસ્ટમોર્ટમ કર્યા બાદ ‘ઓમ બન્ના’ના અગ્નિસંસ્કાર કર્યા બાદ અકસ્માતવાળી જગ્યાએ જઈ ઘટના સ્થળનું પંચનામું કરી ત્યાં એક બુલેટ હતું જેમાં બેસી ‘ઓમ બન્ના’ આવતા હતા. આથી
આ બુલેટનો કબજો લઈ પોલીસ સ્ટેશને લઈ ગઈ પરંતુ સવારે પોલીસ ઑફિસર જોઈને ચોંકી ગયા કે બુલેટ પોલીસ સ્ટેશનથી જાતે ચાલીને પાછું અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી…! ફરી બુલેટને પોલીસ ચોકીએ લાવે છે ને ફરી બુલેટ અકસ્માત સ્થળે આવી જાય છે. આથી પોલીસ કંટાળીને કબાડી બજારમાં વેંચી દેધું તો ત્યાંથી પણ બુલેટ ઘટના સ્થળે આવી જતા ત્યાં હજારો ‘ઓમ બન્ના’ના ચાહક અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા ને આ વખતે કોઈને બુલેટ પાછું નહીં લઈ જવા દેવામાં આવેલ અને લોકો એવું માનવા લાગ્યા કે ‘ઓમ બન્ના’નો આત્મા તેના બુલેટમાં છે. જે વૃક્ષ સાથે અકસ્માત થયો હતો.
આથી વૃક્ષવાળી જગ્યાએ બુલેટને રાખી ઓમ બન્નાનું મંદિર બનાવી નાખ્યું.
વાચક મિત્રો મને આ વિશેષ સ્ટોરીમાં રસ પડતા તારીખ ૧૦-૧૧-૨૪ના રોજ રાજસ્થાન પાલી – જોધપુર વચ્ચે ચોટીલા નેશનલ હાઈવે પર આ ખુલ્લું ને છાપરાવાળું મંદિર છે. રોડ પર અસંખ્ય પ્રવાસીઓ આવે છે. ત્યાં કાચની કેબિનમાં બુલેટ કાળું છગઉં ૭૭૭૩ ઊભું છે. તેને હાર પહેરાવેલ છે ને બુલેટને લાલ રંગની ચાદર ઓઢાડેલ છે.
તેને બધા નમન કરે છે અને પ્રદશિણા કરે છે અને ફરતી જગ્યાએ ‘ઓમ બન્ના’ના પોસ્ટર લગાવેલ છે. બુલેટના આગળના ભાગે મોટું ધુપેલિયું છે. જેમાં અગ્નિ સતત પ્રજવલિત રહે છે અને ત્યાં ઓમ બન્નાનું હાફ સ્ટેચ્યૂ છે. ત્યાં શ્રદ્ધાળુઓ ‘ઓમ બન્ના’ના બાવલાના મોઢે શરાબ (દારૂ)ની બોટલ લાવી તેને પીવડાવે છે.
આ પણ વાંચો…..જાણીતા સંગીતકાર એ આર રહેમાનના 29 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, કરી મોટી જાહેરાત
આવી વિચિત્ર માનતાઓ પૂર્ણ કરતા જ ખુલ્લેઆમ જોવા મળેલ કારણ કે રાજસ્થાનમાં શરાબની છૂટી છે. તો આપ પણ એકવાર ‘ઓમ બન્ના’ના દર્શન કરવા અચૂક જજો.