આપણું ગુજરાત

જો 42 કલાક પહેલા આરોપીની ધરપકડ નહિ થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજશુ : જીગ્નેશ મેવાણી

ગોંડલ: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં તેની સામે ગુનો નોંધાયો છે. પરંતુ 72 કલાક સુધીમાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) દલિત સમાજના આગેવાનો સાથે રાખીને આજ રાજકોટ કલેકટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. જીગ્નેશ મેવાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે જો આરોપીની આગામી 24 કલાકમાં આરોપીની ધરપકડ નહિ થાય તો જુનાગઢ બંધ અને ગોંડલમાં જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું.

ઘટનાના 72 બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા પર 30મી મેની સાંજે જુનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને ગોંડલ લાવી નગ્ન કરીને માર મારી વિડીયો ઉતાર્યા બાદ જુનાગઢ ભેંસાણ ચોકડી પાસે મૂકી ગયા હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાને 72 કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. આથી દલિત સમાજના લોકો આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને 72 કલાક વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ભાજપની સરકાર ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જો આગામી 24 થી 48 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો જુનાગઢ બંધ અને અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન કરીશું.

જો કે અગાઉ 27 અપ્રિલના રોજ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારા અમદાવાદથી રાજકોટ આવતા હતા ત્યારે પોલીસ દ્વારા રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેમની કાર રોકવામાં આવી હતી. જો એ અહી પોઇસ દ્વારા બે વખત કારની તપાસ કરી હતી. જેને લઈને પોલીસ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ એટ્રોસિટી જેવી કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે આ મામલે NSUI પ્રદેશ પ્રમુખની સામે ફરજમાં રૂકાવટની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પણ બંને કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં નથી આવી, જેને લઈને બંનેની તાત્કાલિક ધરપકડ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ