આપણું ગુજરાત

ગુજરાતમાં સિઝનનો છ ટકા વરસાદ નોંધાયો, આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ Gujaratમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ તેમ કહેવાતું હતું, પરંતુ ચોમાસું ધીમે ધીમે આવતા જૂન મહિના સુધીમાં સિઝનનો માત્ર છ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોંડલ, ટંકારા, દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 6.29 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના કોડીનાર તાલુકામાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ અને માંગરોળ તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. માળીયા, પોશીના, જામજોધપુર, સાંતલપુર, રાજકોટ તાલુકા, કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે 28મી જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

29મી જૂને ભરૂચ ,સુરત ,નવસારી ,વલસાડ,તાપી ,દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
જ્યારે 30મી જૂને નવસારી ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button