Surendnagar કેદારીયા નજીક અકસ્માત, ટ્રેનની હડફેટે બે બાળકોના મોત, એકનો આબાદ બચાવ…

કેદારીયા: સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના કેદારીયા નજીક ટ્રેનની હડફેટે બે માસુમ બાળકોના મોત થયા છે. જ્યારે દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. જયારે આ અકસ્માતમાં બાળકોની માતાને ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ હળવદ પંથકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં માતાની નજર સામે ટ્રેનની હડફેટે ચડી જતા બે માસૂમ બાળકોના મોત થયા હતા તો ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર બંદુક સાથેની હીરોગીરી ભારે પડી, જોકે પોલીસે…
માતાની નજર સામે જ બે માસૂમ બાળકોના મોત થયા
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રણજીતગઢ અને કેદારીયા ગામ વચ્ચે માતા તેના બાળકો સાથે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહી હતી. ત્યારે માલગાડી આવી જતા માલગાડીની હડફેટે આવી જતા ગોપીબેન બજાણીયા અને નીકુલ બજાણીયા એમ બે માસૂમ બાળકોના મોત થયા હતા માતાની નજર સામે જ બે માસૂમ બાળકોના મોત થયા હતા.
આ પણ વાંચો : કચ્છમાં બૉગસ ડોક્ટરો પકડાવાનો સિલસિલો યથાવતઃ ફરી બે મુન્નાભાઈ ઝપેટમાં…
દોઢ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો
જયારે માતા મંગુબેનને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા જયારે એક દોઢ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો બે માસૂમ બાળકોના મોતના બનાવને પગલે હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને બનાવથી નાના એવા ગામમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા