સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પરે અડફેટે 40 ઘેટાં બકરા સહિત માલધારીનું મૃત્યુ

સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં માલધારીનું પણ મૃત્યુ થયું છે. હતા. હાઇવે પર મૂંગા પશુઓના મૃતદેહોની લાઇનો જોવા મળી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ જતાં રોડની બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી.
અકસ્માતમાં માલધારીનું મૃત્યુ
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે રસ્તે જઈ રહેલા ઘેટાં-બકરાઓને અડફેટે લીધા હતા, જેમાં અંદાજે 40 ઘેટાં બકરાના મોત થયા છે. આ અકસ્માતની ઘટનામાં માલધારીને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને ઍમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Also read: શોકિંગઃ ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં ચાર ડોક્ટરનાં મોત…
લોકોએ ડમ્પર ચાલકને ઝડપ્યો
અકસ્માતની વિગતો મળ્યા બાદ સાયલા પોલીસ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. સાયલા-પાળીયાદ હાઇવે પર બેફામ દોડતા ડમ્પરના ચાલકે અંદાજે 40થી વધુ ઘેટા અને બકરાને અડફેટે લેતા મોત નીપજતા ચકચાર મચી હતી.