અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad : બાવળા-બગોદરા હાઇવે પર 4 વાહનોની ટક્કર; 2 લોકોનાં મૃત્યુ

અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) બાવળા-બગોદરા હાઇવે (Bavla-bagodara highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં રોહીકા ચોકડી નજીક ટેન્કર અને ટ્રકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કાપડના ટ્રકનું ટાયર ફાટતા અન્ય ચાર વાહનો સાથે તેની અથડામ ણ થઈ હતી, જેમાં ત્રણ ટ્રકમાં વિકરાળ આગ લાગી હતી. આ સમગ્ર ઘટનામાં બે લોકોનું ઘટનાસ્થળે જ મૃ ત્યુ થયાનાં અહેવાલો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતના અહેવાલો મળી ર હ્યા છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ નજીક અકસ્માત સર્જા યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર બગોદરાથી બાવળા તરફ જઈ રહેલા કાપડના ટ્રકનું ટાયર ફાટતા તે સા મેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જે ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા બ્લાસ્ટ થતાં આગ લા ગી હતી. જેમાં ટ્રકમાં સવાર 2 લોકોનું મૃત્યુ થયું છે.

શું કહ્યું પ્રત્યક્ષદર્શીએ?
અકસ્માત અંગે પ્રત્યક્ષદીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ટ્રક જઈ રહ્યો હતો તે દરમિયાન અન્ય ટ્રક ડિવાઈડર સાથે અથડાઇને કૂદીને સામેની બાજુથી આવ્યો અને ધડાકાભેર અથડામણ થઈ હતી. આ અ થડામણ બાદ ટ્રકમાં આગ લાગી હતી અને જેમાં બે લોકો જીવતા સળગી ગયા હતા. ટ્રકમાં ચોખા, પ્લાસ્ટી ક પેપર, સિમેન્ટના ટેન્ક બળીને ખાખ થયા છે અને કાપડના રોલ ભરી આવતા ટ્રકે અકસ્માત સર્જયો છે. જો કે હાલ સુધી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની ઓળકહ થઈ શકી નથી.

ત્રણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અકસ્માતની ઘટના બાદ અમદાવાદ, બગોદરા અને કોઠ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માત બાદ આગ લાગવાની ઘટનામાં બે લોકોના મૃત્યુ નીપજ્યા છે. હાલ મૃતકો ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ધ વાયેલા લોકોને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે મૃતકોના મૃતદેહ ને પીએમ અર્થે મોકલી આપ્યા છે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 2.35 કરોડનું સોનું; આ રીતે બેંગકોંગથી છુપાવીને….

ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ
અકસ્માતમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ હતી. અકસ્માતને પગલે રોડની બંને બાજુ બંધ કરવાની ફરજ પડી હતી. આ ગોઝારી ઘટનામાં ત્રણ આઈસર ટ્રક અને ટેન્કર બળીને ખાખ થયા છે. અકસ્માતની ઘટનાને પગલે ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબ્રિગેડની ટીમનો કાફલો પહોંચી ગયો હતો. સતત ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button