અમેરિકા જવાના સપના તૂટ્યા, Vadodaraમાં અકસ્માતે ફરી એક આશાસ્પદ યુવતીનો જીવ લીધો
વડોદરા : ગુજરાતના વડોદરામાં(Vadodara)એક ટ્રકે સ્કૂટી પર સવાર બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાંથી આશાસ્પદ એક યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સ્કૂટી પર સવાર વિદ્યાર્થીનીઓને ચાર રસ્તા પર વળતી એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી અને તેમાંથી એકને માથામાં ગંભીર ઈજાને કારણે મોત થયું હતું.
મૃતક વિદ્યાર્થીનીને અમેરિકા જવાનું હતું
જેમાં આ દુર્ઘટનાની મળતી વિગત મુજબ કેયા પટેલ નામની વિદ્યાર્થીની સ્કૂટી ચલાવી રહી હતી. જ્યારે જેન્સી પાછળની સીટ પર બેઠી હતી. જ્યારે તે એક ઈન્ટરસેક્શન પર વળાંક લઈ રહી હતી. ત્યારે વળાંક લેતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રકે તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. જેના કારણે વિદ્યાર્થિની રોડ પર પટકાઈને ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર
કરી હતી. મૃતક વિદ્યાર્થીનીને એક મહિના પછી જ અમેરિકા જવાનું હતું. તેના 10 વર્ષ માટેના યુએસ વિઝા મંજૂર થયા હતા.
ટ્રક સ્કૂટી સાથે અથડાઈ હતી
આ ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે સ્કૂટી અને ટ્રક બંને ચોકડી પર ટર્ન કરી રહ્યા હતા. ત્યારે જ ટ્રક સ્કૂટી સાથે અથડાઈ હતી. જેના લીધે સ્કૂટર પર સવાર બંને વિદ્યાર્થીનીઓ નીચે પડી ગઈ. ટ્રક પોતાની ઝડપે આગળ નીકળી જાય છે. આ ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જેમાં સ્કૂટી ચલાવી રહેલ વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું.