આપણું ગુજરાત
દ્વારકામાં ગમખ્વાર અકસ્માત: ઘટનાસ્થળે જ સાતના મોત-25 ઘાયલ
દ્વારકા: દ્વારકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ અને કાર વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ચાર લોકોના જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબૂભા માણેક અને સાંસદ પૂનમ માડમ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આ હજુ પણ અકસ્માતમાં મૃત્યુ આંક વધી શકે છે.
આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવી રહ્યા છે, અપડેટ માટે પેજને રિફ્રેશ કરતાં રહો.