ABVP ભાજપ નો ભાગ નથી.:શિક્ષકોની ભરતીમાં ૧૧ મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિનો આદેશ રદ કરવા આવેદન પત્ર અપાયું
ABVP નાં મંત્રી યુવરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ ૨૦૦ જેટલા વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ એ આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જ્ઞાન સહાયક યોજના ને તાત્કાલિક અસરથી રોક લગાવી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.
૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી કરવી એ શિક્ષણ જગતના હિતમાં નથી 11 મહિના પછી શિક્ષકોને પોતાના ભાવિની ખબર ન હોય તો તે વિદ્યાર્થીઓને ખરા અર્થમાં શિક્ષણ કઈ રીતે આપી શકે અને સરકાર જ્યારે 11 મહિનાની ભરતી માટે ઇન્ટરવ્યૂ યોજી શકે છે તો કાયમી ભરતી માટેના કોઈ અલગ ઇન્ટરવ્યૂ ના હોઇ શકે.આમ જ્ઞાન સહાયક યોજના રદ કરો ની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી અને સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આરએસએસ સાથે જોડાયેલ છે અને હાલ ભારતીય જનતા પક્ષની સરકાર આરએસએસ ના ટેકાથી ચાલે છે આવા સંજોગોમાં સરકાર બનાવવામાં જે મદદરૂપ થાય છે તે મુખ્ય પરિબળને જ જો આંદોલન કરવું પડે તો સામાન્ય માણસોએ તો પોતાની વાત રજૂ કરવાનું સ્વપ્નમાં પણ ન વિચારાય આવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે યુવરાજસિંહ ને ને આ બાબતે પૂછતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આર એસ એસ એ વર્ષોથી સિદ્ધાંતો પર ચાલતી સંસ્થા છે અને અમે તેનો ભાગ છીએ ભાજપ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
આ અગાઉ અન્ય પક્ષના વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ પણ આ બાબતે વિરોધ પ્રદર્શિત કર્યો છે