એક્સ ગર્લફ્રેન્ડની આત્મહત્યા મામલે IPL cricketer Abhishekને સુરત પોલીસનું તેડું
સુરતઃ હૈદરાબાદ સનરાઈઝર્સ માટે IPL રમી ચૂકેલા ઑલ રાઉન્ડર અભિષેક શર્માને સુરત પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં તાન્યા સિંહ નામની એક મોડેલે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મૂળ રાજસ્થાનની આ યુવતી ફેશન ડિઝાઈનિંગ અને મોડેલિંગ કરતી હતી. આ યુવતીના મોબાઈલમાં અભિષેક સાથેના ફોટા મળ્યા હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તેના કાનમાં ઈયરબડ્સ હતા. આથી તે કોઈ સાથે વાત કરતી હતી અને કોઈ વાતે લાગી આવતા તેણે જીવન ટૂકાવ્યું હોવાનું પોલીસે અનમાન લગાવ્યું હતું. પોલીસે તેના મિત્રો સાથે વાત કરી છે. તેના ફોનની ડિટેઈલ્સ ચેક કરતા તેમાં ઓલરાઉન્ડર અભિષેક શર્મા All rounder Abhishek Sharma નું નામ ખૂલ્યું હતું અને ફોટા પણ જોવા મળ્યા હતા. અભિષેક સાથે તેને અગાઉ મિત્રતા હતી, પરંતુ છ મહિનાથી બન્ને વચ્ચે બ્રેક અપ થયું હતું. જોકે તેમ છતાં તાન્યા તેનો સંપર્ક કરતી હતી, પરંતુ અભિષેક તેને અવોઈડ કરતો હોવાની વાતો અહેવાલો દ્વારા જાણવા મળી છે. વેસુ પોલીસે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો હોવાની માહિતી મળી છે. જોકે બન્નેના સંબંધો મામલે હજુ કોઈ ઠોસ જાણકારી મળી નથી.