આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીએ આપ્યો કોંગ્રેસના નેતાને મજબુત જવાબ

બે દિવસ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કરેલ પત્રકાર પરિષદ માં કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેટલાક આમ આદમી પાર્ટીના વિદ્યાર્થીનેતાઓને ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. આજરોજ આ મુદ્દે રાજકોટ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી મોટો ખુલાસો કર્યો હતો.

બે દિવસ પહેલા કોંગ્રેસી આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરેલું અને તેમાં આમ આદમી પાર્ટીના કેટલાક વિદ્યાર્થી નેતાઓને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો અને એસ પહેરાવ્યા હતા. તેના જવાબ રૂપે આજે આમ આદમી પાર્ટીના નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ખાલી મળવા માટે બોલાવી અને અમારા વિદ્યાર્થી નેતાઓની જાણ બહાર ખેસ પહેરાવી દેવામાં આવ્યા હતા. તે તમામ વિદ્યાર્થી નેતાઓને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રાખવી પડી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેવું પ્રસ્થાપિત કર્યું હતું.

આમ જુઓ તો બે દિવસ પહેલા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં જઈ અને ખેસ પહેરનારા વિદ્યાર્થી નેતાઓ બાળક બુદ્ધિ ગણાય. કોઈ ફરજિયાત બળજબરીથી પહેરાવી શકતું નથી. આમ આદમી પાર્ટીના નેતાના કહેવા મુજબ નાના-મોટા પ્રશ્નોને કારણે કદાચ ક્ષણીક ગુસ્સો આવ્યો હોય અને કોંગ્રેસ પક્ષે તેનો લાભ લીધો હોય બાકી અમારા વિદ્યાર્થી નેતાઓ અમારી સાથે જ છે.

વાત જે પણ હોય પરંતુ એક વાત નક્કી છે કે ભારતીય જનતા પક્ષને આ બંનેના ખેલ જોઈ અને મજા આવી ગઈ હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button