મહેસાણા સહિત પાંચ તાલુકામાં આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા જિલ્લામાં આધારકાર્ડ નોંધણી સહિતની કામગીરી માટે ઊભા કરાયેલ સરકારી કિટથી સજ્જ 10 પૈકી પાંચ તાલુકામાં અચાનક આધાર નોંધણી કેન્દ્રો બંધ કરાયા હતા. પરિણામે, પાંચેય તાલુકામાં આધારકાર્ડ લગતા કામકાજ અર્થે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આધાર નોંધણી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મીઓને રિફ્રેશ તાલીમ ન અપાઈ હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.
જિલ્લામાં અઢાર વર્ષથી વધુ વય ધરાવતા સહિતના લોકોને નોંધણી અને આધારકાર્ડમાં અપડેશન કરાવવા માટે તાલુકા કક્ષાએ 15 જેટલી સરકારી કિટ સાથે મામલતદાર કચેરીઓમાં આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત કરાયા હતા. જેમાં મહેસાણામાં ચાર, ખેરાલુ અને વડનગરમાં બે તેમજ અન્ય તાલુકાઓમાં એક-એક સરકારી કિટ સાથે કર્મચારીની નિમણૂક કરાઈ હતી. આધાર નોંધણી કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને દર ત્રણ વર્ષે રિફ્રેશ તાલીમ લેવાની થતી હોય છે. ત્યારબાદ જ તેઓ આધારકાર્ડ સંબંધી કામગીરી કરવા લાયક ઠરે છે. ઉપરોક્ત આધાર નોંધણી કેન્દ્રો પૈકી મહેસાણા, ખેરાલુ, સતલાસણા, જોટાણા તેમ જ વડનગર તાલુકાના કર્મચારીઓને રિફ્રેશ તાલીમ મેળવવાની સમયમર્યાદા પૂર્ણ થતાં ઉચ્ચકક્ષાએથી તેમનું આઈડીથી અચાનક લોક કરી દેવામાં આવતાં કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. કર્મચારીઓને તાલીમ આપ્યા બાદ જ આધાર નોંધણી કેન્દ્રોની કામગીરી પુન: શરૂ થશે તેમ જિલ્લા સુપવાઈઝર રતિલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું, પરંતુ જિલ્લાના 10 પૈકી પાંચ તાલુકાઓમાં આધાર નોંધણી કેન્દ્રોની કામગીરી અચાનક બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉ