આપણું ગુજરાત

ભાવનગરના અવાણિયામાં બાઇક સાથે યુવક સળગ્યો

રવિવારના દિવસે ભાવનગરમાં એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના અવાણિયામાં સેલ્સમેન તરીકે નોકરી કરતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મદાહ કરી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી હતી. યુવકે બાઇકની સાથે જ પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી.

આ ઘટનાને પગલે પસાર થતા રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. 108 અને પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ગંભીર હાલત ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

યુવાનની ઓળખ શહેરના ભરતનગર, પ્રગતિનગર ખાતે રહેતા ચિરાગ બુધેલિયા તરીકે થઇ છે. તે સવારે પરિવારજનોને ઘોઘા જઇ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો ઉંડા આઘાતમાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button